રાજકોટને ‘ડ્રગ્સ મુક્ત બનાવવા પોલીસનું અભિયાન

ગેરકાયદેસર નશાકારક પ્રવૃત્તિઓની બાતમી આપવા ખાસ ચછ કોડ લોન્ચ કરાયો

રાજકોટ શહેરને સુરક્ષિત અને નશામુક્ત બનાવવાના હેતુથી રાજકોટ શહેર પોલીસ દ્વારા “જઅઢ ગઘ ઝઘ ઉછઞૠજ” મિશન અંતર્ગત એક મહત્વપૂર્ણ જનજાગૃતિ અને જનભાગીદારી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. શહેરનું યુવાધન નશાના રવાડે ન ચડે અને નાર્કોટીક્સ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન અટકે તે માટે પોલીસ તંત્ર દ્વારા કડક કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશના ભાગરૂપે હવે રાજકોટ શહેરના નાગરિકો કોઈ પણ ગેરકાયદેસર ડ્રગ્સ પ્રવૃત્તિ અંગેની માહિતી આસાનીથી પોલીસ સુધી પહોંચાડી શકે તે માટે ચછ કોડની વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય મંડલીક, નાયબ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) જગદીશ બાંગરવા અને મદદનીશ પોલીસ કમિશ્નર ભરત બી. બસીયાની સૂચના મુજબ આ સઘન કામગીરી હાથ ધરાઈ છે. એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) શાખાના પોલીસ ઇન્સપેક્ટર એન.બી. ચૌધરીની રાહબરી હેઠળ રાજકોટ શહેરને ડ્રગ્સ મુક્ત કરવા માટે સતત અસરકારક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અભિયાનમાં નાગરિકોની સક્રિય ભાગીદારીને અત્યંત મહત્વપૂર્ણ ગણાવવામાં આવી છે. શહેરમાં કોઈ વ્યક્તિ દ્વારા ડ્રગ્સનું વેચાણ થતું હોય, હેરાફેરી થતી હોય, ડ્રગ્સનો ગેરકાયદેસર સંગ્રહ કરાતો હોય કે અન્ય કોઈ નશાકારક પ્રવૃત્તિ થતી હોય તો નાગરિકો ચછ કોડ સ્કેન કરીને તેની વિગતો પોલીસને આપી શકશે. રાજકોટ શહેર પોલીસ દ્વારા સ્પષ્ટ ખાતરી આપવામાં આવી છે કે માહિતી આપનાર નાગરિકની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. આથી, તમામ શહેરીજનોને કોઈ પણ પ્રકારના ભય કે સંકોચ વિના શંકાસ્પદ પ્રવૃત્તિઓની માહિતી પોલીસ સુધી પહોંચાડવા અને અભિયાનમાં સહયોગ આપવા અપીલ કરાઈ છે.
ડ્રગ્સ માત્ર એક વ્યક્તિના સ્વાસ્થ્યને જ નહીં, પરંતુ પરિવાર, ભાવિ યુવા પેઢી અને સમગ્ર સમાજના ભવિષ્યને ગંભીર નુકસાન પહોંચાડે છે. આથી ડ્રગ્સના દૂષણ સામેની આ લડાઈ માત્ર પોલીસની જ નહીં, પરંતુ સમગ્ર સમાજની સંયુક્ત જવાબદારી બની રહે છે.

રિલેટેડ ન્યૂઝ