દૃેશભરમાં ૭ લાખ બેંક કર્મચારીઓ હડતાળમાં જોડાશે
પછીથી શનિ-રવિ અને ગણેશ ચતુર્થી તથા સંવત્સરીની રજાઓ આવતી હોઈ ચાર દિૃવસ બ્ોંકો બંધ
અઠવાડિયામાં માત્ર પાંચ દિૃવસ જ બેન્કિંગ કામગીરી શરૂ રાખવાની માંગણી સાથે ગુજરાત સહિત દૃેશભરમાં બેન્ક કર્મચારીઓ દ્વારા આંદૃોલનનું એલાન કરવામાં આવ્યું છે.
આગામી ૧૧ સપ્ટેમ્બરના રોજ ગુજરાતના આશરે ૭૫,૦૦૦ બેન્ક કર્મીઓ એક દિૃવસની હડતાળ પર ઉતરવાના છે, જેના કારણે રાજ્યભરની ૫૪૦૦ શાખાઓની કામગીરી અટકી જશે. શુક્રવારે હડતાળ બાદૃ શનિ-રવિ અન્ો ગણેશ ચતુર્થી તથા સંવત્સરીની રજાઓ આવતી હોઈ સળંગ પાંચ દિૃવસ બ્ોંકો બંધ રહેશે. અને અંદૃાજે ૧૫,૦૦૦ કરોડ રૂપિયાના બેિંક્ધગ વ્યવહારો ખોરવાઈ જવાની શક્યતા છે. આ રાષ્ટ્રવ્યાપી આંદૃોલન અંતર્ગત દૃેશભરમાં લગભગ ૭ લાખ જેટલા બેન્ક કર્મચારીઓ હડતાળમાં જોડાશે. જો આ હડતાળ છતાં કોઈ ઉકેલ નહીં આવે, તો કર્મચારીઓ દ્વારા ૨૮થી ૩૦ સપ્ટેમ્બર સુધી પુન: હડતાળ કરવામાં આવશે અને તેમ છતાં માંગણી નહીં સંતોષાય તો ૨૬ ઓક્ટોબરથી અચોક્કસ મુદૃતની હડતાળ શરૂ કરવામાં આવશે. કર્મચારીઓની મુખ્ય માંગ એ છે કે બેર્િંન્કગ કામગીરી અઠવાડિયામાં માત્ર પાંચ દિૃવસ (સોમવારથી શુક્રવાર) જ ચાલુ રાખવામાં આવે અને શનિવાર તથા રવિવારે કામ સંપૂર્ણપણે બંધ રહે. આ શરતના બદૃલામાં કર્મચારીઓએ દૃરરોજ ઓફિસના નિર્ધારિત સમય કરતાં ૪૦ મિનિટ વધુ કામ કરવાની તૈયારી દૃર્શાવી હતી, જેને પગલે માર્ચ ૨૦૨૪માં આ માંગણી સ્વીકારી લેવામાં આવી હતી. પરંતુ બે વર્ષ વીતી જવા છતાં આ નિયમનો અમલ કરવામાં આવ્યો નથી. હાલમાં મહિનાના બીજા અને ચોથા શનિવારે જ રજા હોય છે અને બાકીના શનિવારે કામગીરી ચાલુ રહે છે. દિૃલ્હી ખાતે લેબર કમિશનર સાથે સતત બે દિૃવસ બેઠકો યોજવા છતાં કોઈ સંતોષકારક ઉકેલ ન આવતા આખરે કર્મચારીઓએ હડતાળનું પગલું ભરવું પડ્યું છે.આ રાષ્ટ્રવ્યાપી હડતાળમાં દૃેશ અને રાજ્યના મુખ્ય બેન્ક યુનિયનો જોડાઈ રહૃાા છે, જેમાં…
ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોઇઝ (એઆઇબીઇએ)
ઓલ ઇન્ડિયા બેન્ક ઓફિસર્સ કોન્ફેડરેશન (એઆઇબીઓસી)
નેશનલ કોન્ફેડરેશન ઓફ બેન્ક એમ્પ્લોઇઝ (એનસીબીઇ)
બેન્ક એમ્પ્લોઇઝ ફેડરેશન ઓફ ઇન્ડિયા (બીઇએફઆઇ)
ઇન્ડિયન નેશનલ બેન્ક ઓફિસર્સ કોંગ્રેસ (આઈએનબીઓસી) – ઇન્ડિયન નેશનલ બેન્ક એમ્પ્લોઇઝ ફેડરેશન (આઈએનબીઇએફ)
ઓલ ઇન્ડિયા બેન્ક ઓફિસર્સ એસોસિએશન (એઆઇબીઓએ)નો સમાવેશ થાય છે.
