એમેઝોન પે અને કોટક મહિન્દ્રા બેંકએ આજે વેપારના એકલ માલિકો અને નાના વ્યવસાય માલિકો માટે એમેઝોન પે કોટક બિઝનેસ ક્રેડિટ કાર્ડની ઘોષણા કરી. તે લાખો ભારતીય વ્યવસાયોને સેવા આપતા ડિજિટલ પ્રાપ્તિ પ્લેટફોર્મ – એમેઝોન બિઝનેસના નોંધાયેલા વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ થશે. આ કાર્ડ કેશબેક પુરસ્કારો અને વિસ્તૃત વ્યાજ- મુક્ત ક્રેડિટ મુદત પ્રદાન કરશે, જે ઉદ્યોગ સાહસિકોને કાર્યકારી મૂડી સાચવીને વ્યાવસાયિક ખરીદીઓનું વધુ કાર્યક્ષમ રીતે સંચાલન કરવામાં મદદ કરશે.
ભારતના ખજખઊ ક્ષેત્રમાં ઉદ્યોગ પોર્ટલ પર નોંધાયેલા 94 મિલિયનથી વધુ સાહસોનો સમાવેશ થાય છે, જે દેશની ૠઉઙમાં 30%થી વધુ યોગદાન આપે છે. છતાં ઘણા નાના વ્યવસાય માલિકો તેમની વ્યાવસાયિક જરૂરિયાતો માટે ખાસ રચાયેલી ઔપચારિક ક્રેડિટ પ્રોડક્ટને પહોંચનો અભાવ ધરાવે છે. ઉદ્યોગ સાહસિકો વધુ ને વધુ ડિજિટલ પ્રાપ્તિ, ૠજઝ- અનુરૂપ રેકોર્ડ રાખવા અને માળખાગત નાણાકીય પ્રક્રિયાઓ અપનાવે છે તેમ ખર્ચ, રોકડ પ્રવાહ અને વ્યાવસાયિક કામગીરીને વધુ કાર્યક્ષમ રીતે સંચાલિત કરવામાં મદદ કરતા ઉકેલોની માગણી વધી રહી છે.
એમેઝોન પે ઇન્ડિયાના ક્રેડિટ અને લેન્ડિંગ ડિરેક્ટર મયંક જૈને જણાવ્યું હતું કે, “એમેઝોન પેએ લાખો ભારતીય ગ્રાહકો માટે ક્રેડિટ સુલભ બનાવી છે. હવે અમે નાના વ્યવસાય માલિકો માટે પણ આવું જ કરી રહ્યા છીએ. એમેઝોન પે કોટક બિઝનેસ ક્રેડિટ કાર્ડ એકમાત્ર માલિકો અને નાના વ્યવસાય માલિકો સુધી આ પ્રતિબદ્ધતાનો વિસ્તાર કરે છે, જેઓ એમેઝોન બિઝનેસના 70% ગ્રાહક આધાર બનાવે છે. અમે આ કાર્ડ આ નાના વ્યવસાય માલિકોને શું જોઈએ છે તે સાંભળીને બનાવ્યું છે.
