બંગાળની ખાડીમાં સર્જાઈ નવી સિસ્ટમ
સમગ્ર દૃેશમાં ચોમાસું હાલ પોતાના પૂર્ણ અને આક્રમક મિજાજમાં જોવા મળી રહૃાું છે. મેઘરાજાના રૌદ્ર સ્વરૂપ વચ્ચે ભારતીય હવામાન વિભાગ (ૈંસ્ડ્ઢ) દ્વારા એક અત્યંત િંચતાજનક અને તાકીદૃનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગની સત્તાવાર આગાહી અનુસાર, આગામી ૧૮ કલાકમાં દૃેશના ૨૧ રાજ્યોમાં મુશળધારથી અતિભારે વરસાદૃ ખાબકવાની પૂરેપૂરી સંભાવના છે. આ સમયગાળા દૃરમિયાન ૭૦ થી ૭૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વિનાશક તોફાની પવન ફૂંકાઈ શકે છે, જે મોટા વૃક્ષો અને વીજળીના થાંભલાઓને પણ જમીનદૃોસ્ત કરવાની ક્ષમતા ધરાવે છે. આ સ્થિતિ ૯ સપ્ટેમ્બરથી લઈને ૧૨ સપ્ટેમ્બર સુધી યથાવત રહેવાની વકી છે.
હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, દૃક્ષિણ-પશ્ર્ચિમ ઉત્તર પ્રદૃેશ અને તેની આસપાસના વિસ્તારોમાં એક મજબૂત લો-પ્રેશર સિસ્ટમ વિકસિત થઈ રહી છે. તેની સાથોસાથ ઉત્તર-પૂર્વ બિહાર અને તેની લગોલગ ઉપરી હવામાં ચક્રવાતી પરિભ્રમણ (સાયક્લોનિક સર્ક્યુલેશન) પણ સક્રિય બન્યું છે. બંગાળની ખાડીમાંથી આવતા ભેજયુક્ત તોફાની પવનોની સૌથી ઘાતક અસર પૂર્વીય રાજ્યો પર જોવા મળશે. પૂર્વ ભારતમાં નદૃીઓનું જળસ્તર ઝડપથી વધી રહૃાું હોવાથી પૂરની સ્થિતિ નિર્માણ પામી શકે છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદૃેશ જેવા પહાડી રાજ્યોમાં ભૂસ્ખલન (લેન્ડસ્લાઈડ) ની ગંભીર ચેતવણી અપાઈ છે, જેથી પ્રવાસીઓને હવામાનની માહિતી લીધા વિના મુસાફરી ન કરવા સલાહ અપાઈ છે.
