પોલિમર-આધારિત પેકેજિંગ સોલ્યુશન્સના ઉત્પાદક ઇન્જેક્ટો પોલિમર્સ લિમિટેડે 11 સપ્ટેમ્બર, 2026ના રોજ સબ્સ્ક્રિપ્શન માટે તેનો રૂા.56.13 કરોડનો ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઈપીઓ) ખોલવાની જાહેરાત કરી છે. આ ઇશ્યુ 16 સપ્ટેમ્બર, 2026 સુધી ખુલ્લો રહેશે, અને ઇક્વિટી શેર ઇજઊ જખઊ પ્લેટફોર્મ પર લિસ્ટ થવાના પ્રસ્તાવ સાથે છે.
આ આઈપીઓમાં સંપૂર્ણપણે 56.13 લાખ ઇક્વિટી શેરનો નવો ઇશ્યુ સામેલ છે અને તેની પ્રાઇસ બેન્ડ પ્રતિ ઇક્વિટી શેર રૂા.98 થી રૂા.100 નક્કી કરવામાં આવી છે. એન્કર બુક 10 સપ્ટેમ્બર, 2026ના રોજ ખુલશે. લાગુ મંજૂરીઓ અને બજારની સ્થિતિને આધીન ફાળવણીની હંગામી તારીખ 17 સપ્ટેમ્બર, 2026 છે, જ્યારે પ્રસ્તાવિત લિસ્ટિંગની તારીખ 21 સપ્ટેમ્બર, 2026 છે.
લોટ સાઈઝ 1200 ઇક્વિટી શેર નક્કી કરવામાં આવી છે. પ્રતિ ઇક્વિટી શેર રૂા.100 ની ઉપલી પ્રાઇસ બેન્ડ પર, 2,400 ઇક્વિટી શેરની લઘુત્તમ રિટેલ અરજીમાં રૂા.2.40 લાખનું રોકાણ થાય છે, જ્યારે 3,600 ઇક્વિટી શેરની લઘુત્તમ ઇંગઈં અરજીમાં રૂા.3.60 લાખનું રોકાણ થાય છે.
આ ઇશ્યુમાં ઉપલી પ્રાઇસ બેન્ડ પર રૂા.15.96 કરોડ સુધીના 15,96,000 ઇક્વિટી શેર સુધીનો ચઈંઇ હિસ્સો સામેલ છે, જેમાં 9,57,6 ઇક્વિટી શેર સુધીનો એન્કર હિસ્સો પણ સામેલ છે.
