જસદણમાં સસરા સહીતની ત્રિપુટીનો પુત્રવધુ ઉપર ધારીયાથી હુમલો

ગોંડલમાં પુત્રને છોડાવવા વચ્ચે પડેલા વૃધ્ધ પિતાને બેલડીએ માર માર્યો

જસદણ તાલુકાના રાજાવડલા ગામે શાંતિનગરમાં રહેતા 28 વર્ષીય જિગલબેન મુકેશભાઈ કટેશિયા પર તેમના ઘર પાસે જ મનુ, જયરાજ અને આશાબેન નામના વ્યક્તિઓએ ધારીયા વડે હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા જિગલબેનને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સોલાર ફિટિંગનું કામ કરતા મુકેશભાઈના પત્ની જિગલબેન જ્યારે ઘરમાં કામ કરી રહ્યા હતા, ત્યારે સસરા મનુભાઈએ મિલકતમાં ભાગ પાડવાના મુદ્દે ગાળો આપી ઝઘડો કર્યો હતો અને ઉશ્ર્કેરાઈને ધારીયા વડે માર માર્યો હતો. બીજા બનાવમાં ગોંડલમાં ફ્રુટ વેચવાનો વ્યવસાય કરતા 68 વર્ષીય ગગજી બીજલભાઈ મકવાણા પોતાના ઘર પાસે હાજર હતા, ત્યારે પાર્થ અને તેની સાથેના એક અજાણ્યા શખ્સે ધોકા તથા પાઇપ વડે તેમના પર હુમલો કરીને ઇજા પહોંચાડી હતી. આ ઘટનાની વિગત મુજબ, ગગજીભાઈના દીકરા ભાવેશને આરોપીઓ સાથે ઝઘડો થયો હતો, જેથી વડીલ ગગજીભાઈ વચ્ચે પડીને પુત્રને છોડાવવા જતા આરોપીઓએ તેમના પર હુમલો કરી દીધો હતો. આ બનાવ અંગે ગોંડલ સીટી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ