લાંબા સમયના વિરામ બાદ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ઝાપટા વરસ્યા
રાજયમાં ચોમાસામાં વરસાદની ઘટ પડતા અનેક તાલુકામાં દુષ્કાળની સ્થિતિ સર્જાઇ છે. ત્યારે લાંબા સમયના વિરામ બાદ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. જામનગરના ધ્રોલમાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો. જયારે રાજકોટ, જામનગર, ભાવનગર, અમરેલીમાં છુટા છવાયા વિસ્તારોમાં ઝાપટા વરસ્યા હતા.
રાજકોટ શહેરમાં આજે સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. બપોરના એક વાગ્યાના અરસામાં શહેરના રૈયા રોડ સહિતના વિસ્તારમાં ઝાપટુ વરસ્યું હતું. જયારે સાંજે ચાર વાગ્યાના અરસામાં અનેક વિસ્તારોમાં ઝાપટુ વરસતા રસ્તા ભીના થયા હતા. તો બીજી તરફ અમરેલીના સાવરકુંડલા, જાફરાબાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. સાવરકુંડલાના ખડસલી ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જયારે ભાવનગરના મહુવા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. લાંબા સમયના વિુરામ બાદ વરસાદ વરસતા ખેડુતોના ચહેરા પર ખુશીનો માહોલ છવાયો હતો.
જામનગર શહેર અને જિલ્લામાં આજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને જામનગર શહેર ઉપરાંત અન્ય બે તાલુકા અને કેટલાક ગામડાઓમાં વરસાદી ઝાપટુ વરસ્યુ હતું. જ્યારે ધ્રોલમાં સાંજે છ થી આઠમાં બે ઇંચ વરસાદ થતાં લોકો ખુશ થયા હતા. જામનગર શહેર જિલ્લામાં ઓણ સાલ ખૂબ જ ઓછેો વરસાદ થયો છે પરિણામે દુષ્કાળ ના ડાકલા વાગી રહ્યા છે .ત્યારે હવામાન ખાતાની આગાહી મુજબ આજે જામનગર શહેરમાં બપોરે વાતાવરણ પલટાયું હતું અને જોરદાર વરસાદી ઝાપટુ વરસ્યુ હતું. આ ઉપરાંત બપોરે 4 વાગ્યા પછી ધ્રોલ પંથકમાં પણ વરસાદી ઝાપટુ વરસી જતા પાંચ મિલી મીટર વરસાદ નોંધાયો હતો. આ પછી ધ્રોલમાં સાંજે છ થી આઠમાં વધુ 46 મીમી વરસાદ થતાં આજે ધ્રોલમાં કુલ બે ઇંચ વરસાદ થયો છે .જ્યારે કાલાવડ પંથકમાં પણ બે મીલીમીટરનું વરસાદી ઝાપટુ વરસ્યુ હોવાના અહેવાલ છે.
જામનગર શહેર જિલ્લામાં ઓણ સાલ ખૂબ જ ઓછેો વરસાદ થયો છે પરિણામે દુષ્કાળ ના ડાકલા વાગી રહ્યા છે .ત્યારે હવામાન ખાતાની આગાહી મુજબ આજે જામનગર શહેરમાં બપોરે વાતાવરણ પલટાયું હતું અને જોરદાર વરસાદી ઝાપટુ વરસ્યુ હતું.
આ ઉપરાંત બપોરે 4 વાગ્યા પછી ધ્રોલ પંથકમાં પણ વરસાદી ઝાપટુ વરસી જતા પાંચ મિલી મીટર વરસાદ નોંધાયો હતો. જ્યારે કાલાવડ પંથકમાં પણ બે મીલીમીટરનું વરસાદી ઝાપટુ વરસ્યુ હોવાના અહેવાલ છે.
