સુરેન્દ્રનગર LCBનો મોટો સપાટો : ક્ધટેનરમાં છુપાવેલો રૂ.1.26 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો

લિંબડી-ચોટીલા હાઇવે પરથી 31,452 બોટલ સાથે ક્ધટેનર ટ્રક પકડાયો : રાજસ્થાનના ટ્રકચાલકની ધરપકડ, નાસિકના શખ્સ સહિત અન્ય આરોપીઓની શોધખોળ તેજ

સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર રીતે થતી દારૂની હેરાફેરી સામે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે લિંબડી-ચોટીલા નેશનલ હાઇવે પરથી સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (કઈઇ)ની ટીમે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડી ખળભળાટ મચાવ્યો છે. રાસ્તકા બોડિયા ગામના પુલ નજીકથી પસાર થઈ રહેલા એક શંકાસ્પદ ક્ધટેનર ટ્રકને અટકાવી તલાશી લેતાં અંદરથી એક-બે નહીં પરંતુ 31,452 બોટલ વિદેશી દારૂ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
પોલીસે વિદેશી દારૂ ઉપરાંત ક્ધટેનર ટ્રક, બે મોબાઇલ ફોન તથા બે નંબર પ્લેટ સહિત કુલ રૂ.1,26,13,980નો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે ટ્રકચાલકને ઝડપી લીધો છે, જ્યારે દારૂનો જથ્થો મોકલનાર તથા મંગાવનાર અન્ય શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
બાતમીના આધારે કઈઇનો સફ્ળ દરોડો
મળતી વિગતો મુજબ, સુરેન્દ્રનગર કઈઇ લિંબડી-ચોટીલા નેશનલ હાઇવે ઉપર પેટ્રોલિંગ તેમજ ગુનાહિત પ્રવૃત્તિઓ ઉપર નજર રાખી રહી હતી. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે રાસ્તકા બોડિયા ગામના પુલ પાસેથી પસાર થનારા એક ક્ધટેનર ટ્રકમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવીને લઈ જવામાં આવી રહ્યો છે. બાતમીને આધારે કઈઇની ટીમે ચોક્કસ સ્થળે વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ ક્ધટેનર ટ્રક ત્યાંથી પસાર થતાં પોલીસે તેને અટકાવી તપાસ હાથ ધરી હતી. ક્ધટેનરની તલાશી લેતાં તેમાં અલગ-અલગ પેટીઓમાં વિદેશી દારૂની બોટલો ભરેલી હોવાનું સામે આવ્યું હતું.
31,452 બોટલ જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી
ક્ધટેનરમાંથી તપાસ દરમિયાન 31,452 બોટલ વિદેશી દારૂ મળી આવી હતી. પોલીસ દ્વારા સમગ્ર જથ્થો કબજે કરી તેની કિંમત ગણવામાં આવતા માત્ર દારૂની કિંમત જ રૂ.1,00,93,980 જેટલી થવા પામી હતી. દારૂના આટલા મોટા જથ્થાને એક ક્ધટેનરમાં છુપાવીને અન્યત્ર લઈ જવામાં આવી રહ્યો હોવાની આશંકા વચ્ચે પોલીસે ક્ધટેનર ટ્રક પણ કબજે કરી લીધો હતો. ક્ધટેનર ટ્રકની કિંમત અંદાજે રૂ.25 લાખ ગણવામાં આવી છે. આ ઉપરાંત પોલીસે બે મોબાઇલ ફોન, જેની કિંમત આશરે રૂ.20 હજાર, તેમજ બે નંબર પ્લેટ પણ કબજે કરી છે. આમ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ રૂ.1,26,13,980નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
રાજસ્થાનના ટ્રકચાલકની ધરપકડ
પોલીસે આ કાર્યવાહી દરમિયાન ક્ધટેનર ટ્રકના ચાલક જુજારામ રૂડમલરામ ગોદારા જાટ, રહે. પુરવા ગામ, તાલુકો ધોરીમના, જિલ્લો બાલોતરા, રાજસ્થાન,ની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ક્ધટેનર મારફતે વિદેશી દારૂનો જથ્થો એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવામાં આવી રહ્યો હતો. હવે આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, ક્યાં પહોંચાડવાનો હતો અને સમગ્ર નેટવર્કમાં અન્ય કોણ-કોણ સંકળાયેલું છે તે અંગે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
નાસિકના રમેશકુમારની ભૂમિકા સામે આવી
પોલીસ તપાસમાં ટ્રકના માલિક તરીકે નાસિકના રમેશકુમારનું નામ સામે આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ રમેશકુમાર દ્વારા દારૂનો જથ્થો મોકલવામાં આવ્યો હોવાની વિગતો તપાસમાં સામે આવી રહી છે. બીજી તરફ, આ દારૂનો જથ્થો મંગાવનાર એક અજાણ્યો શખ્સ હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. જેથી પોલીસે ઝડપાયેલા ટ્રકચાલકની પૂછપરછ શરૂ કરી સમગ્ર કડી સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધર્યા છે.
મોટા દારૂ નેટવર્કની કડી ખુલવાની શક્યતા
એકસાથે 31,452 બોટલ વિદેશી દારૂ ઝડપાતા સમગ્ર મામલો માત્ર એક ક્ધટેનર સુધી સીમિત છે કે તેની પાછળ મોટું નેટવર્ક કાર્યરત છે તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. દારૂનો જથ્થો કયા સ્થળેથી ભરવામાં આવ્યો હતો, કોના કહેવાથી મોકલવામાં આવ્યો હતો, કયા રૂટ પરથી તેને પસાર કરવાનો હતો અને અંતે કયા સ્થળે પહોંચાડવાનો હતો તે સહિતના મુદ્દાઓ પોલીસ તપાસનો મુખ્ય ભાગ બન્યા છે. ઝડપાયેલા આરોપીની પૂછપરછ દરમિયાન આ કેસમાં સંકળાયેલા અન્ય શખ્સોના નામ તથા દારૂની હેરાફેરીના નેટવર્ક અંગે મહત્વની વિગતો બહાર આવે તેવી શક્યતા છે. ફરાર શખ્સોને ઝડપી પાડવા માટે પણ પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
લિંબડી પોલીસ મથકે ગુનો નોંધાયો
આ સમગ્ર મામલે લિંબડી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન કાયદા હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી કરવામાં આવી છે. જપ્ત કરાયેલા દારૂના જથ્થા, ક્ધટેનર ટ્રક, મોબાઇલ ફોન અને અન્ય સામગ્રી અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલી આ કામગીરીમાં કઈઇ ઙઈં બી.એચ. શીંગરખીયા, ઙજઈં આર.જે. ગોહિલ, પેટ્રોલિંગ સ્કવોડ ઙજઈં એન.એ. રાઠવા તેમજ હેડ કોન્સ્ટેબલ અમરસકુમાર ગઢવી, જયપાલસિંહ રાઠોડ, પોલીસ કોન્સ્ટેબલ કૃણાલસિંહ ઝાલા, કુલદીપ બોરીયા, સરદારસિંહ બારડ, ભરત સભાડ, મેહુલ મકવાણા, ગીરીરાજસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ પરમાર સહિતની ટીમ જોડાઈ હતી.
રાજકોટ રેન્જની સૂચના બાદ દારૂ-જુગાર સામે કડક કાર્યવાહી
રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય દ્વારા રેન્જ હેઠળના જિલ્લાઓમાં દારૂ અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે ડામી દેવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમો દ્વારા ગેરકાયદેસર દારૂની હેરાફેરી ઉપર ખાસ નજર રાખવામાં આવી રહી છે. લિંબડી-ચોટીલા હાઇવે ઉપર થયેલી આ મોટી કાર્યવાહી એ જ કવાયતનો એક ભાગ હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળે છે. એક જ ક્ધટેનરમાંથી રૂ.1 કરોડથી વધુ કિંમતનો વિદેશી દારૂ ઝડપાતા દારૂની હેરાફેરી કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે. હાલ પોલીસે ઝડપાયેલા ટ્રકચાલકની પૂછપરછ શરૂ કરી છે અને દારૂના જથ્થાના મૂળ સ્ત્રોતથી લઈને અંતિમ ડિલિવરી સુધીની કડી શોધવા તપાસ તેજ બનાવી છે. આવનારા દિવસોમાં આ કેસમાં વધુ ધરપકડ અને મોટા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

રિલેટેડ ન્યૂઝ