રાજ્યમાં ફરી જામશે વરસાદૃી માહોલ

જામનગર, પોરબંદૃર સહિતના સ્થળોએ હળવાથી ભારે વરસાદી ઝાપટા

૧૨થી ૧૪ સપ્ટેમ્બર દરમિયાન વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

રાજ્યમાં લાંબા સમય બાદૃ ફરી વરસાદૃી માહોલ સર્જાવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી ૧૨થી ૧૪ સપ્ટે. દૃરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદૃની સંભાવના છે. મોન્સ્ાૂન ટ્રફ, સાયકલોનિક સકર્યુલેશન અન્ો લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થવાના પગલે ભારે વરસાદૃ વરસી શકે છે, જો વરસાદૃ પડે તો પાકન્ો નવું જીવનદૃાન મળવાની આશા જાગી છે.
જામનગર અન્ો પોરબંદૃરમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદૃી ઝાંપટા પડ્યા હતા. લાંબા સમય બાદૃ વરસાદૃ પડતા શહેરીજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
હવામાન વિભાગ્ો જણાવ્યું છે કે, ૧૨ સપ્ટે. અમદૃાવાદૃ સહિત દૃક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદૃની શક્યતા છે. જેના પગલે તંત્ર દ્વારા જરૂરી તકેદૃારી રાખવામાં આવી રહી છે. ૧૩ સપ્ટેમ્બરે પોરબંદૃર, રાજકોટ, અમદૃાવાદૃ, આણંદૃ, પંચમહાલ, દૃાહોદૃ, સુરત, વડોદૃરા, ભરૂચ, છોટા ઉદૃેપુર, નર્મદૃા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદૃ અને દૃીવમાં છૂટાછવાયા સ્થળોએ યલો એલર્ટ સાથે ભારે વરસાદૃની આગાહી કરવામાં આવી છે. ૧૪ સપ્ટેમ્બરે સુરત, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, દૃમણ, દૃાદૃરાનગર હવેલી, રાજકોટ, જામનગર, પોરબંદૃર, અમરેલી, જામનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, અન્ો બોટાદૃમાં ભારે વરસાદૃ પડી શકે છે.
ખાસ કરીન્ો સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદૃની અછતના કારણે ખેતી પાકન્ો નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં જોવા મળી રહી છે, વરસાદૃના વિરામના કારણે જમીનમાં ભેજનું પ્રમાણ ઘટવા લાગ્યું છે. મગફળી, કપાસ, તલ, બાજરી, સહિતા પાકો માટે સમયસર વરસાદૃ ખૂબ જરૂરી હોય છે, હવે સપ્ટે.ના મધ્યમ વરસાદૃી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા ખેડૂતો માટે રાહતના સમાચાર બની શકે છે અન્ો જો પુરતો વરસાદૃ થાય તો ખેતરમાં ઉભા પાકન્ો નવુ જીવનદૃાન મળી શકે છે.

રિલેટેડ ન્યૂઝ