પૂર પછી નેપાળમાં ભૂકંપના આંચકા, લોકો ઘર છોડી બહાર ભાગ્યા

૧૨૧ લોકો હજુ પણ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સની સુરંગોમાં ફસાયેલા હોવાની આશંકા

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, મંગળવારે રાત્રે પૂરગ્રસ્ત નેપાળમાં ૫.૦ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. થોડા કલાકો પહેલા તિબેટમાં ૫.૩ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ગયા ગુરુવારે પણ તિબેટમાં ૫.૦ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ ત્યારે આવ્યો છે જ્યારે નેપાળ ૨૬ ઓગસ્ટના રોજ આવેલા વિનાશક પૂરથી થયેલા વિનાશમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહૃાું છે.નેપાળના રાષ્ટ્રીય આપત્તિ જોખમ ઘટાડા અને વ્યવસ્થાપન સત્તામંડળના જણાવ્યા અનુસાર, પૂરમાં અત્યાર સુધીમાં ૧,૩૫૭ લોકો માર્યા ગયા છે. બચાવ ટીમો હજુ પણ ૫,૩૨૬ લોકોની શોધ કરી રહી છે, જ્યારે ૧૩,૫૮૩ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. અચાનક પૂરને કારણે નવ જિલ્લાઓમાં ૧૨૧ લોકો હજુ પણ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સની સુરંગોમાં ફસાયેલા હોવાની આશંકા છે.રાસુવા જિલ્લામાં ચિલીમે હાઇડ્રોપાવર પ્રોજેક્ટમાં છ કામદૃારો ગુમ છે. સાંસદૃ શ્રીરામ ન્યુપાનેના જણાવ્યા અનુસાર, તેમાંથી ચાર કામદૃારો જીવિત હોવાની અપેક્ષા છે. સુરંગોમાં નાની વેન્ટિલેશન સિસ્ટમ, આરામ ખંડ અને કેટલાક કિસ્સાઓમાં રસોડા પણ છે.

રિલેટેડ ન્યૂઝ