દૃુનિયા આમથી તેમ થઈ જાય પરંતુ અમે કાશ્મીર પર અમારા કાશ્મીર મિશનથી પીછેહટ નહીં કરીએ : સ્ૌફુલ્લાહ
ભારત દ્વારા સરહદૃપાર આતંકી ઠેકાણાઓ પર ચલાવવમાં આવેલા ઓપરેશન િંસદૃૂરથી ધૂંઆફૂંઆ થયેલા આતંકી સંગઠન લશ્કર એ તૈયબાએ ફરીથી ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. હાફિઝ સઈદૃનો નીકટનો અને લશ્કર એ તૈયબાનો ડેપ્યુટી ચીફ સૈફુલ્લા કસૂરી (ઉર્ફે સૈફુલ્લાહ ખાલિદૃ)એ હજારો સમર્થકો વચ્ચે ભારતને ખુલ્લી ધમકી આપતા કાશ્મીરથી લઈને હૈદૃરાબાદૃ અને જુનાગઢ સુદ્ધા પર પોતાનો દૃાવો ઠોકી દૃીધો.
હજારો લશ્કર સમર્થકોની હાજરીમાં આપેલા ભડકાઉ ભાષણમાં કસૂરીએ પોકળ ધમકી આપતા અમૃતસર, હોશિયારપુર, ગુરદૃાસપુર, હૈદૃરાબાદૃ, જુનાગઢ અને બંગાળનો પણ ઉલ્લેખ કર્યો. એક રેલીમાં સૈફુલ્લાએ કહૃાું કે અમારા ચહેરાને દૃહેશતગર્દૃ તરીકે રજૂ કરનારા સાંભળી લે. આખી દૃુનિયા સાંભળે. દૃુનિયા આમથી તેમ થઈ જાય પરંતુ અમે કાશ્મીર પર અમારા કાશ્મીર મિશનથી પીછેહટ નહીં કરીએ. આતંકીઓના આકાએ આગળ ભારતના અન્ય શહેરોનો ઉલ્લેખ કર્યો જે સામાન્ય રીતે ઓછું સાંભળવા મળતું હોય છે. તેણે કહૃાું કે હજારો ભાઈઓ અને બહેનોની હાજરીમાં એલાન કરવા માંગુ છું. ત્યારબાદૃ તેણે કાશ્મીર પર ઝેર ઓક્યું અને નારા એ તકબીર ગૂંજવા લાગ્યો. આગળ કહૃાું કે, હિન્દૃુસ્તાને ક્યારેય અમારી કાનૂની હેસિયતને કબૂલ કરી નથી, આ ફક્ત કાશ્મીરનો મુદ્દો નથી. આ હૈદૃરાબાદૃનો પણ છે, તે જુનાગઢ, માણાવદૃર (ગુજરાત) પર પણ છે. તેમણે બંગાળને પણ પોતાના કબજામાં લીધુ છે. અમૃતસર, હોશિયારપુર, ગુરુદૃાસપુર પણ તેમના છે. તેણે વધુમાં કહૃાું કે અંગ્રેજો અને હિન્દૃુઓની સાંઠગાંઠના કારણે આવું થયું. તેણે કહૃાું કે તેનાથી પાકિસ્તાનને એ રીતે વહેંચી દૃેવાયું કે તેને મોટું સ્ટેટસ ન મળ્યું. આતંકીનું કહેવું છે કે આ બધા વિસ્તારો કથિત રીતે મુસ્લિમ બહુમતીવાળા હતા અને અંગ્રેજો તથા હિન્દૃુઓના ષડયંત્રના કારણે પાકિસ્તાન પાસેથી છીનવાઈ ગયા. આ દૃાવો ઐતિહાસિક તથ્યોથી સંપૂર્ણ રીતે વિપરિત અને ભડકાઉ પ્રોપગેન્ડા ગણાઈ રહૃાો છે.
