૯૫ વર્ષની વયે ૬૦ વર્ષની CEO તરીકેની ઇિંનગનો અંત; ઇન્વેસ્ટમેન્ટ જગતના મહારથી વોરેન બફેટની આખરે નિવૃત્તિ

વોરેન બફેટ દૃુનિયાના દૃસમા સૌથી ધનિક બિઝનેસમેન છે અન્ો હવે તેમનું સ્થાન ગ્રેગ એબેલ સંભાળશે

ઇન્વેસ્ટમેન્ટ જગતના મહારથી વોરેન બફેટે ૯૫ વર્ષની વયે નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. આ સાથે બર્કશાયર હેથવેનાCEO તરીકેની ૬૦ વર્ષની ઈિંનગનો અંત આવ્યો છે. વૉરેન બફેટની નિવૃત્તિ દૃુનિયાભરના શેરબજારો અને કોર્પોરેટ વર્લ્ડ માટે પણ એક યુગના અંત સમાન છે. વિશ્ર્વના સૌથી સફળ રોકાણકાર અને ઓરેકલ ઓફ ઓમાહા તરીકે જાણીતા વોરેન બફેટ દૃુનિયાના દૃસમા સૌથી ધનિક બિઝનેસમેન છે. હવે તેમનું સ્થાન ગ્રેગ એબેલ સંભાળશે. વૉરેન બફેટ છેલ્લા ૬ દૃાયકાથી બર્કશાયર હેથવેનું સફળતાપૂર્વક સુકાન સંભાળતા હતા. તેમણે કારકિર્દૃીમાં અનેક ઉતાર-ચઢાવ જોયા. તેમની નજર સામે ઘણી મોટી કંપનીઓ ડૂબી ગઈ અને અનેક રોકાણકારો કંગાળ થયા, પરંતુ બફેટની સંપત્તિ અને દૃરજ્જો સતત વધતો રહૃાો.
વૉરેન બફેટ વિશ્ર્વના ૧૦મા સૌથી ધનિક વ્યક્તિ છે. તેમની નેટવર્થ આશરે રૂ. ૧૨.૪ લાખ કરોડ છે. છેલ્લા ૫ વર્ષમાં તેમની સંપત્તિમાં ૮૨ અબજ ડૉલરનો વધારો થયો છે. તેમનું મુખ્ય રોકાણ એપલ, કોકા કોલા, અને બેંક ઓફ અમેરિકામાં છે, જેનું મૂલ્ય આશરે રૂ.૨૫ લાખ કરોડ જેટલું થવા જાય છે. ઓગસ્ટ ૨૦૨૪માં બર્કશાયર હેથવે ૧ ટ્રિલિયન ડૉલરની માર્કેટ કેપ વટાવનારી વિશ્ર્વની પ્રથમ નોન-ટેક અમેરિકન કંપની બની હતી.
વોરેન બફેટ ૯૯% સંપત્તિ દૃાન કરવાનો સંકલ્પ કર્યો છે. તેઓ અત્યાર સુધીમાં ૬૦ અબજ ડૉલરનું દૃાન કરી ચૂક્યા છે, જેમાંથી મોટો હિસ્સો ગેટ્સ ફાઉન્ડેશનને મળ્યો છે. તેમની બાકીની સંપત્તિ તેમના નિધન બાદૃ ૧૦ વર્ષમાં તેમના સંતાનો દ્વારા સંચાલિત ટ્રસ્ટ દ્વારા લોકકલ્યાણ માટે વપરાશે.
વૉરેન બફેટના જીવનના રસપ્રદૃ પાસાં:
૧. ટેકનોલોજીથી અંતર: ૧૧ વર્ષની ઉંમરે પહેલો શેર ખરીદૃનાર બફેટએ આજીવન કિપેડ ફોનનો જ ઉપયોગ કર્યો. જો કે, એપલના ઝ્રર્ઈં ટિમ કુકે તેમને આઈફોન ગિટ કર્યો હતો, પણ બફેટ તેનો ઉપયોગ પણ માત્ર ફોન કરવા પૂરતો જ કરે છે.
૨. રૂ.૩૪ લાખ કરોડનું જંગી કેશ રિઝર્વ: બર્કશાયર હેથવે પાસે હાલ ઇં૪૦૦ બિલિયન (આશરે રૂ.૩૪ લાખ કરોડ)થી વધુની રોકડ છે. બફેટ આ પૈસાની હ્લડ્ઢ નથી કરતા, પરંતુ તેનો ઉપયોગ કંગાળ થઈ રહેલી સારી કંપનીઓને સસ્તા ભાવે ખરીદૃવા માટે કરે છે.
૩. સંકટમાં તક: બફેટનો મંત્ર છે કે બજાર માટે કોઈ ખરાબ સમાચાર આવે, ત્યારે તે સ્માર્ટ ઇન્વેસ્ટર માટે સારા સમાચાર હોય છે. શેરના ભાવ ઘટે ત્યારે જ ખરીદૃીનો સાચો સમય હોય છે.
બફેટના રોકાણની ફિલસૂફીના માત્ર બે જ નિયમ
નિયમ નં. ૧: ક્યારેય પૈસા ગુમાવશો નહીં.
નિયમ નં. ૨: નિયમ નંબર ૧ ક્યારેય ભૂલશો નહીં.
બફેટનું માનવું છે કે જંગી વળતર પાછળ દૃોડવા કરતા મૂડીની સુરક્ષા વધુ મહત્ત્વની છે.

રિલેટેડ ન્યૂઝ