સ્વિત્ઝર્લેન્ડના રિસોર્ટમાં બ્લાસ્ટ, ૪૦ના મોત

નવા વર્ષની ઉજવણી માતમમાં ફેરવાઈ

ગુરૂવારે સ્વિટઝર્લેન્ડમાં કેન્સ મોન્ટાનાં શહેરમાં આલ્પાઇન સ્કી રિસોર્ટમાં નવા વર્ષની ઉજવણી દૃરમિયાન જોરદૃાર વિસ્ફોટ થતાં ૪૦ લોકોના મોત થયા હતા અને ૧૦૦ જેટલા લોકો ઘાયલ થયા હતા. ત્યારે કોન્સ્ટેલેશન બારમાં ન્યૂયરની ઉજવણી ચાલી રહી હતી મૃતકો અન્ો ઘાયલ થયેલા લોકો કયા દૃેશના છે ત્ો હજુ જાણી શકાયુ નથી વિસ્ફોટનું કારણ હાલ પોલીસ તપાસ હેઠળ છે. ક્રેન્સ મોન્ટાના શહેરન્ો નો-ફલાય ઝોન જાહેર કરવામાં આવ્યું છે. જ્યાં બ્લાસ્ટ થયો હતો ત્ો રિસોર્ટની બહાર એમ્બ્યુલન્સ અન્ો પોલીસની વાન્સ આવી પહોંચેલી નજરે પડે છે.

સ્વિઝરલેન્ડના જાણીતા શહેર ક્રાંસ-મોન્ટેનામાં નવા વર્ષની ઉજવણી દૃરમિયાન આલ્પાઈન રિસોર્ટના બારમાં વિસ્ફોટ અને આગની દૃુર્ઘટનામાં ઓછામાં ઓછા ૪૦ લોકો માર્યા ગયા હતા. જ્યારે અન્ોક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. દૃુર્ઘટના બાદૃ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
વાલેસ કેન્ટન પોલીસના જણાવ્યા અનુસાર, નવા વર્ષની ઉજવણી દૃરમિયાન આલ્પાઈન રિસોર્ટના બારમાં એક અથવા વધુ વિસ્ફોટ થયા હતા. ત્યારબાદૃ ભારે આગ લાગી હતી. આગ લગભગ ૧:૩૦ વાગ્યે લાગી હતી. તે સમયે બારમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા.
પોલીસ પ્રવક્તા ગેટન લાથિયને એએફપીને જણાવ્યું હતું કે વિસ્ફોટનું કારણ હજુ સ્પષ્ટ નથી. તેમણે કહૃાું કે આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા છે અને ઘણા લોકોના મોતની પુષ્ટી થઈ છે. અકસ્માતની માહિતી મળતાં જ મોટી સંખ્યામાં બચાવ અને રાહત ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. ઘણી એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી હતી, જ્યારે ઘાયલોને હોસ્પિટલોમાં લઈ જવા માટે એર-ગ્લેશિયર્સ હેલિકોપ્ટરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આગને કાબૂમાં લેવા માટે અથાક મહેનત કરી હતી.
પોલીસે પીડિતોના પરિવારો માટે ૦૮૪૮ ૧૧૨ ૧૧૭ નામનો હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. હાલમાં પોલીસ અને તપાસ એજન્સીઓ ઘટનાની તપાસ કરી રહી છે. વિસ્ફોટના કારણની તપાસ કરવામાં આવી રહી છે. નવા વર્ષની ઉજવણી કરવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ક્રેન્સ-મોન્ટાના આવ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ બારમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાની પાર્ટી દૃરમિયાન થયો હતો, જ્યાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. સ્વિસ પોલીસે ગુરુવારે સવારે અહેવાલ આપ્યો હતો કે ક્રાન્સ-મોન્ટાનાના લક્ઝરી અલ્પાઇન સ્કી રિસોર્ટમાં વિસ્ફોટ થયો હતો. સ્વિસ મીડિયા અનુસાર, દૃક્ષિણપશ્ર્ચિમ સ્વિઝરલેન્ડના વેલેસ કેન્ટનમાં પોલીસ પ્રવક્તા ગેટન લેથિયનએ એજન્સીઓને જણાવ્યું હતું કે, “આ વિસ્ફોટ અજ્ઞાત કારણોસર થયો હતો.” તેમણે કહૃાું, “ઘણા લોકો ઘાયલ થયા હતા અને ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા.”
સ્વિસ મીડિયામાં પ્રકાશિત થયેલા ફોટા અને વીડિયો અનુસાર, વિસ્ફોટ પછી બાર ધરાવતી ઇમારત આગમાં લપેટાઈ ગઈ હતી, ત્યારબાદૃ ચીસો અને રડવાનો અવાજ સંભળાયો હતો.

સ્વિટ્ઝરલેન્ડની બારની આગમાં પાયરોટેકનીક કારણ

સ્વિટ્ઝરલેન્ડના એક સ્કી રીસોર્ટ બારમાં થયેલા વિસ્ફોટ અને 40થી વધુ લોકોના મૃત્યુ પાછળ નવા વર્ષની ઉજવણી સમયે જે પાયરોટેકનીક (આતશબાજી) કારણ હોવાનું માનવામાં આવે છે. ગોવામાં જે રીતે બારમાં આગ લાગી હતી અને ડઝનેક લોકોના મોત થયા તે જ પ્રકારે આ આગ લાગી હોવાનું માનવામાં આવે છે. નવા વર્ષની ઉજવણી સમયે બારની અંદર જ 100થી વધુ લોકો હાજર હતા તે સમયે રોશનીભર્યા પાયરોટેકનીકની જવાળાથી આ આગ લાગી હતી. જોકે પોલીસે હજુ સુધી તેને સમર્થન આપ્યું નથી. મૃતકોમાં મોટા ભાગના વિદેશી ટુરીસ્ટ હોવાનું બહાર આવ્યું છે અને દાઝી ગયેલા લોકોને હેલીકોપ્ટરથી સારવાર માટે ખસેડાયા છે તથા સમગ્ર વિસ્તારમાં ભારે બંદોબસ્ત લાદી લેવાયો છે.

રિલેટેડ ન્યૂઝ