નોબેલ પુરસ્કાર વિજેતા અમર્ત્ય સેનને SIRની નોટિસ

નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનને જીૈંઇની નોટિસ મળી તો પશ્ર્ચિમ બંગાળના રાજકારણમાં ભૂકંપ આવી ગયો. ટીએમસીએ તેને બંગાળના ગૌરવનું અપમાન ગણાવ્યું અને પૂછ્યું કે શું ભારત રત્ન સાથે પણ આ સવાલ થવો જોઈએ? આ મામલો એટલો વધી ગયો કે ચૂંટણી પંચને સ્પષ્ટતા આપવી પડી. કહેવું પડ્યું કે નોટિસ જાણી જોઈને નહોતી મોકલી. પણ એક સિસ્ટમ જનરેટેડ પ્રોસેસ છે. એક એરરના કારણે આવું થયું.
હકીકતમાં જોઈએ તો, ટીએમસી નેતા અભિષેક બેનર્જીએ એક દિૃવસ પહેલા રામપુરહાટની જાહેરસભામાં દૃાવો કર્યો કે ચૂંટણી પંચે અમર્ત્ય સેન જેવા વિશ્ર્વવિખ્યાત વિદ્વાનને એસઆઈઆરની નોટિસ મોકલી છે અને સુનાવણી માટે બોલાવ્યા છે. ત્યાર બાદૃ રાજકારણમાં ગરમાગરમી જોવા મળી રહી છે. મામલો એટલો વધી ગયો કે ચૂંટણી પંચે તપાસ શરૂ કરી.

રિલેટેડ ન્યૂઝ