હવે જર્મનીમાં હજારો ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં

વિશ્ર્વના વધુને વધુ દેશો ઈમીગ્રેશન અને સ્ટુડન્ટ વિઝાના નિયમો આકરા બનાવી રહ્યા છે તે સમયે હવે જર્મનીમાં અભ્યાસ કરતા હજારો ભારતીય વિદ્યાર્થીઓના વિઝા પણ જોખમમાં મુકાયા છે. જર્મનીની ઈન્ટરનેશનલ યુનિ. ઓફ એપ્લાઈડ સાયન્સમાં અભ્યાસ કરતા અને અન્ય આ પ્રકારની જર્મન યુનિ.માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને ઉંચી ફી ભર્યા બાદ સ્વદેશ પરત ફરવુ પડે તેવી શકયતા છે. જર્મન સરકારે યુનિ.ઓના હાઈબ્રીડ કોર્ષ માટે પુર્ણ સમયનો અભ્યાસ જરૂરી નથી તેવું જણાવતા આ પ્રકારના કોર્ષમાં દાખલ થયેલા વિદ્યાર્થીઓના વિસા રદ થઈ રહ્યા છે. અહીની ઈન્ટરનેશનલ યુનિ. મોટાભાગે ખાનગી ક્ષેત્રમાં છે જેમાં ભારતમાંથી દર વર્ષે સેંકડો વિદ્યાર્થીઓ અભ્યાસમાં જાય છે. યુનિ.ઓએ અભ્યાસક્રમની વ્યાખ્યા ફરતા તેના અનેક કોર્ષ બંધ કર્યા છે.

રિલેટેડ ન્યૂઝ