ભારત-જર્મનીએ અત્યાર સુધીના સૌથી મોટા રક્ષા કરાર પર હસ્તાક્ષર કર્યા

જર્મન મોડેલની સબમરીન ભારતમાં બનાવવામાં આવશે

ભારત જર્મની સાથે અત્યાર સુધીના તેના સૌથી મોટા સંરક્ષણ સોદૃા પર કામ કરી રહૃાું છે. બંને દૃેશો અત્યાધુનિક સબમરીન બનાવવાની વિગતો પર ચર્ચા કરી રહૃાા છે, આ સોદૃો ઓછામાં ઓછો ૮ ડોલર બિલિયનનો છે. એક અહેવાલ મુજબ, આ બાબતથી પરિચિત અધિકારીઓ કહે છે કે આ ભારતનો સૌથી મોટો સંરક્ષણ સોદૃો હોઈ શકે છે. ભારત હાલમાં ફ્રાન્સ પાસેથી સબમરીન મેળવે છે, તેથી જર્મની સાથેનો આવો સંભવિત સોદૃો એક મોટા વ્યૂહાત્મક પરિવર્તનનો સંકેત આપે છે.
બ્લૂમબર્ગના એક અહેવાલ મુજબ, ભારત અને જર્મની સબમરીન બનાવવા માટે ૮ બિલિયન ડોલરના સંરક્ષણ સોદૃા પર કામ કરી રહૃાા છે. જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝની આગામી અઠવાડિયે ભારતની મુલાકાત પહેલા કરારને અંતિમ સ્વરૂપ આપવાનું કામ ચાલી રહૃાું છે . સૂત્રો કહે છે કે આ સોદૃો ભારતને પહેલીવાર સબમરીન બનાવવાની ટેકનોલોજી પણ પ્રદૃાન કરશે.ભારતીય નૌકાદૃળ પાસે લગભગ એક ડઝન રશિયન નિર્મિત સબમરીન છે અને તેણે ફ્રાન્સમાં બનેલી છ નવી સબમરીન ખરીદૃી છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો જર્મની સાથેનો સોદૃો અંતિમ સ્વરૂપ આપવામાં આવે છે, તો ફ્રાન્સ પાસેથી વધુ ત્રણ સબમરીન ખરીદૃવાની ભારતની યોજના રદૃ થઈ શકે છે.

રિલેટેડ ન્યૂઝ