વેનેઝુએલાથી ઓઇલ ખરીદૃવા ભારતને અમેરિકાની ઓફર

રશિયા-યુક્રેન અને મધ્ય-પૂર્વના તણાવ વચ્ચે ભારતની ઊર્જા સુરક્ષા માટે એક મહત્ત્વનો માર્ગ ખુલ્યો છે. અમેરિકાના વ્હાઇટ હાઉસના વરિષ્ઠ અધિકારીએ પુષ્ટિ કરી છે કે, એક નવા કંટ્રોલ્ડ ફ્રેમવર્ક હેઠળ ભારત વેનેઝુએલા પાસેથી ઓઇલ ખરીદૃી શકશે. આ સમગ્ર પ્રક્રિયા અમેરિકાના કડક નિયંત્રણ હેઠળ રહેશે.અમેરિકાના ઊર્જા મંત્રી ક્રિસ્ટોફર રાઇટે વેનેઝુએલાના ઓઇલ ટ્રેડ અંગેની નવી નીતિ સ્પષ્ટ કરતાં જણાવ્યું છે કે, વેનેઝુએલાનું ઓઇલ હવે ફરીથી વૈશ્ર્વિક બજારમાં ઉપલબ્ધ થશે, પરંતુ આ સમગ્ર પ્રક્રિયા અમેરિકાના કડક નિયમો અને દૃેખરેખ હેઠળ રહેશે. આ નવી વ્યવસ્થા મુજબ, ઓઇલના વેચાણથી પ્રાપ્ત થતી તમામ આવક અમેરિકા નિયંત્રણમાં રહેશે, જેથી નાણાકીય વ્યવહારો પર સંપૂર્ણ અંકુશ રાખી શકાય.

રિલેટેડ ન્યૂઝ