પીએમ મોદૃીએ ટ્રમ્પને ફોન ન કર્યો તેથી ટેરિફ વાટાઘાટ અટકી

અમેરિકાના વ્યાપારમંત્રી લુટનિકનો દૃાવો

ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી ચાલી આવતી વ્યાપાર સમજુતીમાં હવે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 500 ટકા સુધી ટેરિફ લાદવાની ધમકી આપી છે તે વચ્ચે અમેરિકાના વ્યાપાર સેક્રેટરી હોવાર્ડ લુટનીક એ દાવો કર્યો છે કે બંને દેશોની વ્યાપાર સમજુતી ફકત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને એક કોલના કારણે જ અટકી છે. શ્રી મોદી ટ્રમ્પને કોલ કરતા નથી ત્યાં સુધી આ સમજુતી આગળ નહી વધે. તેમણે એ ઉમેર્યુ કે બંને દેશોના રાષ્ટ્રવડાઓ રાજકીય રીતે સહમત થઈ જાય એટલે તુર્તજ વ્યાપાર સમજુતી થઈ જશે. પરંતુ ભારત હજુ તેમાં પુર્ણ રીતે સંમત નથી અને વડાપ્રધાનનો કોલ પણ આવ્યો નથી.

રિલેટેડ ન્યૂઝ