અમેરિકી પશ્ર્ચિમી દેશોના હથિયારથી યુક્રેન છેક ઉંડે સુધી રશિયા પર હુમલો કરવા લાગતા
મોસ્કોએ મધ્યમ અંતરના બેલેસ્ટીક મિસાઈલ તૈયાર રાખ્યા: ડમી વોરહેડથી પ્રેકટીસ પણ કરી
મોસ્કો: અમેરિકાના વેનેઝુએલા પર કબ્જા તથા આ દેશનું ક્રુડતેલ વહન કરી રહેલા રશિયન ઓઈલ ટેન્કર પર અમેરિકા-સાથી દેશોએ બળજબરીથી કબ્જો કરવા ઉપરાંત રશિયા સંબંધીત ક્રુડ ઓઈલ તથા સંરક્ષણ ઉત્પાદનો સંબંધી પ્રતિબંધ મુકતા ખરડાને અમેરિકી સંસદમાં રજુ કરાતા જ હવે રશિયા પણ યુક્રેન મુદે નિર્ણાયક બની રહ્યું છે અને આ યુદ્ધમાં પુરી સરસાઈ મેળવવા અણુ હુમલાની પણ તૈયારી કરી રહ્યુ હોવાનો અહેવાલ ન્યુયોર્ક ટાઈમ્સે આપ્યો છે.
યુક્રેને જે રીતે રશિયાની વ્યુહાત્મક ન્યુકલીયર ટેસ્ટ સાઈટને સતત નિશાન બનાવવાનું શરૂ કર્યુ છે તે પછી રશિયા હવે યુક્રેન પર મર્યાદીત અસર કરતો અણુ હુમલો કરી શકે છે. રશિયાએ અગાઉ રશિયાએ જે મધ્યમ અંતરના બેલેસ્ટીક મિસાઈલનો 2024માં ઉપયોગ કર્યો હતો તેવા જ મિસાઈલ ફરી એક વખત રશિયા ઉપયોગ કરે તેવી ધારણા છે. આ પ્રકારના મિસાઈલમાં અગાઉ વોરહેડનો ઉપયોગ થયો હતો પણ તે અણુ શસ્ત્રો વહન કરવાની ક્ષમતા ધરાવે છે. ચાર વર્ષના યુદ્ધમાં ફકત બીજી વખત રશિયા આ પ્રકારના મિસાઈલનો ઉપયોગ કરી રહ્યું છે. રશિયાએ અગાઉ જ યુક્રેન સેનાને શરણે આવવા અને શાંતિ માટે જે ઓફર કરી હતી તે યુક્રેને નકારી છે જે રીતે અમેરિકી-બ્રિટીશ સૈન્ય હથિયારોથી યુક્રેન રશિયાના છેક અંદરના ભાગમાં પ્રહાર કરવા સક્ષમ બન્યુ છે તેથી રશિયાની ચિંતા વધી ગઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ રશિયા મર્યાદીત રીતે હુમલો કરીને યુક્રેનને શરણે કરવા મજબૂર કરી શકે છે. રશિયાએ યુક્રેન અને યુરોપને યુદ્ધનું ગઠબંધન કરી રહેલા દર્શાવતા યુક્રેનમાં યુરોપના શાંતિ રક્ષક દળો ગોઠવવા સામે ચેતવણી આપતા કહ્યું કે તે રશિયા સામે યુદ્ધ જ ગણાશે. અગાઉ જો યુદ્ધ વિરામ થાય તો યુક્રેનમાં યુરોપના સંમતી શાંતિરક્ષક દળ પણ મુકવાની દરખાસ્ત હતી પણ રશિયાએ જાહેર કર્યુ છે કે તે નાટો દળને શાંતિરક્ષક દળ તરીકે સ્વીકારતા નથી.
અને તે રશિયન હુમલાનું નિશાન બની શકે છે અને આ પ્રકારના કોઈપણ વલણને રશિયા સામેના યુદ્ધ તરીકે ગણાશે.
