‘ન્યૂક્લિયર નીતિ નહીં બદલાય ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ માટે નવા નિયમોની તરફેણ કરી

અમેરિકા આ માર્ગને સુરક્ષિત કરવા માટે નાટો દૃેશોનું ગઠબંધન ઈચ્છતું હતું

મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવ વચ્ચે ઈરાનના વિદૃેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ દૃેશની પરમાણુ નીતિ અને વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવતા હોર્મુઝ સ્ટ્રેટ અંગે મોટું નિવેદૃનો આપ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, ‘ઈરાનની ન્યૂક્લિયર હથિયાર ન વિકસાવવાની મૂળભૂત નીતિમાં હાલ કોઈ મોટો ફેરફાર થશે નહીં, પરંતુ યુદ્ધ પછી હોર્મુઝ સ્ટ્રેટની સ્થિતિ પહેલા જેવી રહેશે નહીં.ઈરાનના વિદૃેશ મંત્રીએ જણાવ્યું કે, ‘પરમાણુ કાર્યક્રમ માત્ર વીજળી ઉત્પાદૃન અને શાંતિપૂર્ણ હેતુઓ માટે જ છે. નોંધનીય છે કે, વર્ષ ૨૦૦૦માં પૂર્વ સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેનેઈએ પરમાણુ હથિયારો વિરુદ્ધ ફતવો જાહેર કર્યો હતો. જોકે, અરાઘચીએ ઉમેર્યું કે, ‘ફતવો તે ધાર્મિક નેતા પર નિર્ભર કરે છે જે તેને જાહેર કરે છે. નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈએ હજુ આ અંગે કોઈ સત્તાવાર ટિપ્પણી કરી નથી, જેના કારણે ભવિષ્યની વ્યૂહનીતિ અંગે અટકળો તેજ થઈ છે. બીજી તરફ અમેરિકા અને ઈઝરાયલ સતત ઈરાન પર ગુપ્ત રીતે પરમાણુ શસ્ત્રો વિકસાવવાનો આરોપ લગાવી રહૃાા છે.ગલ્ફ દૃેશોમાં રહેણાંક વિસ્તારો પર થયેલા હુમલા અંગે પૂછવામાં આવતા અરાઘચીએ બચાવ કરતા કહૃાું કે, યુએસ દૃળોએ જાણીજોઈને શહેરી વિસ્તારોની નજીક આશરો લીધો છે.
તેમણે સ્વીકાર્યું કે આનાથી સ્થાનિક લોકોમાં રોષ છે, પરંતુ તેમણે આ તમામ પરિસ્થિતિ માટે ૨૮ ફેબ્રઆરીએ યુદ્ધ શરૂ કરનાર અમેરિકાને જવાબદૃાર ઠેરવ્યું હતું.અરાઘચીએ અંતમાં ઉમેર્યું કે યુદ્ધ ત્યારે જ સમાપ્ત થશે જ્યારે સમગ્ર ક્ષેત્રમાં કાયમી શાંતિ સ્થપાશે અને ઈરાનને થયેલા નુકસાનનું યોગ્ય વળતર મળશે.

રિલેટેડ ન્યૂઝ