દૃુબઈમાં કુવૈતના ક્રુડ ઓઇલ જહાજ, સાઉદૃીમાં યુએસ બ્ોઝ પર ઇરાનના હુમલા
મધ્ય પૂર્વમાં ચાલી રહેલો સંઘર્ષ હવે એક અત્યંત વિનાશક તબક્કે પહોંચી ગયો છે. મંગળવારે, ૩૧ માર્ચ ૨૦૨૬ના રોજ, અમેરિકી સેનાએ ઈરાનના વ્યૂહાત્મક રીતે મહત્વના અણુસિટી ઈસ્ફહાન પર મોટો હવાઈ હુમલો કર્યો છે.મીડિયા રિપોર્ટના અહેવાલો અનુસાર, આ હુમલાનો મુખ્ય હેતુ ઈરાનની ભૂગર્ભ પરમાણુ સુવિધાઓ અને દૃારૂગોળાના ડેપોને નષ્ટ કરવાનો હતો.
આ હુમલાની સૌથી ભયાનક બાબત તેમાં વપરાયેલા હથિયારો છે. યુએસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઈસ્ફહાન પર આશરે ૨૦૦૦ પાઉન્ડ (૯૦૭ કિલોગ્રામ) વજનના શક્તિશાળી બંકર-બસ્ટર બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. આ બોમ્બ જમીનમાં ઊંડે સુધી ઉતરીને ભૂગર્ભ બંકરોને તોડી પાડવાની ક્ષમતા ધરાવે છે. હુમલા બાદૃ ઈસ્ફહાનમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા હતા, જેનાથી પેદૃા થયેલા શોકવેવ્સ અને અગ્નિગોળાઓએ સમગ્ર વિસ્તારમાં ભારે તબાહી મચાવી છે. ૨.૩ મિલિયનની વસ્તી ધરાવતા આ શહેરમાં આવેલું ’બદૃર એર બેઝ’ પણ આ હુમલાનું મુખ્ય કેન્દ્ર હોવાનું મનાય છે.
હુમલાના થોડા સમય બાદૃ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં આકાશમાં ઉછળતી આગની જ્વાળાઓ અને મોટા વિસ્ફોટો સ્પષ્ટ જોઈ શકાય છે. જોકે તેમણે આ વીડિયો વિશે વધુ સત્તાવાર વિગતો આપી નથી, પરંતુ તે ઈસ્ફહાનમાં થયેલા વિનાશની સાક્ષી પૂરે છે. આ ઘટનાને કારણે આખા વિશ્ર્વમાં િંચતાનું મોજું ફરી વળ્યું છે. ખાસ કરીને પાકિસ્તાન, ઇજિપ્ત, સાઉદૃી અરેબિયા અને તુર્કી જેવા પાડોશી દૃેશો હવે સક્રિય થયા છે અને આ યુદ્ધને રોકવા માટે શાંતિનો માર્ગ શોધવાના પ્રયાસો તેજ કર્યા છે.
દૃરમ્યાન ઇરાની રેવોલ્યુશનરી ગાર્ડસ્ો આ ચેતવણી આપી છે કે ૧લી એપ્રિલથી અમેરિકન કંપનીઓ-પ્લાન્ટ્સન્ો નિશાન બનાવવામાં આવશે.
આજથી અમેરિકી કંપનીઓન્ો ટાર્ગ્ોટ કરાશે
બીજી તરફ ઈરાને ઈઝરાયેલના પાટનગર યેરૂસલામ પર પણ મોટા હુમલા ચાલુ જ રાખ્યા છે. ઈરાને અહી શક્તિશાળી 10 મિસાઈલ દાગી હતી જેના કારણે પુરા શહેરમાં જબરા વિસ્ફોટ સંભળાયા હતા. ઈઝરાયેલની એરડિફેન્સ સીસ્ટમ કેટલા મિસાઈલને હવામાં તોડી શકે છે તે જ મોટો પ્રશ્ર્નાર્થ છે.ઈરાને આ ઉપરાંત કુવૈતમાં ક્રુડતેલથી ભરેલા ટેન્કર પર હુમલો કર્યો હતો. આ ઓઈલ ટેન્કર દુબઈના બંદર પર લાંગર્યુ હતું. ઈરાનના ડ્રોન હુમલાના પગલે ટેન્કરમાં વિસ્ફોટ સાથે આગ લાગી ગઈ હતી અને હવે તેનું ક્રુડતેલ દરિયામાં તેવા સંકેત છે. ઈરાને આ ઉપરાંત સાઉદી અરેબીયામાં અમેરિકાના સુલ્તાન અમીન એરબેઝ પર હુમલા શરૂ કર્યા છે તો ઈઝરાયેલે તહેરાન સહિત ઈરાનના અનેક શહેરોના રહેણાંક ક્ષેત્ર પર હુમલા કર્યા હતા. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તહેરાન પર પણ શ્રેણીબદ્ધ હુમલાના વિડીયો રિલીઝ કર્યા હતા.
