ટ્ર્મ્પે કરેલી ભૂલની સજા આખુ વિશ્ર્વ ભોગવશે?
થોડા દિૃવસમાં યુધ્ધનો અંત:ટોલટેક્સ અસ્વીકાર્ય: અમેરિકા
વિશ્ર્વના સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગ ગણાતા હોર્મુઝની સામુદ્રધુની પર ઈરાને પોતાનું વર્ચસ્વ જમાવવા માટે એક માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. ઈરાનની સંસદૃની સુરક્ષા સમિતિએ આ માર્ગ પરથી પસાર થતા જહાજો પાસેથી ટોલ ટેક્સ વસૂલવાની યોજનાને લીલી ઝંડી આપી દૃીધી છે. આ હિલચાલને પગલે અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ અત્યંત ગંભીર સપાટીએ પહોંચ્યો છે.
ઈરાની સરકારી મીડિયા ૈંઇૈંમ્ ના અહેવાલ મુજબ, આ નવી યોજના હેઠળ હોર્મુઝના માર્ગનો ઉપયોગ કરતા તમામ વ્યાપારી જહાજોએ ટેક્સ ચૂકવવો પડશે. ખાસ વાત એ છે કે આ ટેક્સની ચૂકવણી ઈરાની ચલણ રિયાલમાં કરવાની રહેશે. આ યોજનામાં પર્યાવરણ સુરક્ષા અને સમુદ્રી સુરક્ષાના નિયમો પણ સામેલ કરવામાં આવ્યા છે.
આ યોજનામાં અમેરિકા અને ઈઝરાયલના જહાજોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે દૃેશોએ ઈરાન પર આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે, તેમના જહાજોને પણ આ માર્ગનો ઉપયોગ કરવાની મંજૂરી મળશે નહીં. આ માટે કાયદૃાકીય માળખું તૈયાર કરવામાં ઈરાન ઓમાનની મદૃદૃ લેશે.
અમેરિકાના વિદૃેશ મંત્રી માર્કો રુબિયોએ સ્પષ્ટ કર્યું છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનને હોર્મુઝ સ્ટ્રેટ પર કાયમી કબજો જમાવવા કે ત્યાં કોઈપણ પ્રકારની ટોલ સિસ્ટમ ચલાવવાની મંજૂરી આપશે નહીં. રુબિયોએ દૃાવો કર્યો હતો કે અમેરિકા હવે થોડા સપ્તાહમાં પોતાના સૈન્ય અને ઉદ્દેશ્યો હાંસલ કરી લેશે.
અમેરિકાએ સંકેત આપ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ આ યુદ્ધનો બોજ હવે ખાડી દૃેશો પર નાંખશે. ખાડી દૃેશો પાસેથી યુદ્ધના પૈસા વસૂલવામાં આવશે. પ્રેસ બ્રીિંફગ દૃરમિયાન વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું કહૃાું છે કે, રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના મનમાં આ વિચાર છે અને ટૂંક સમયમાં જ આ અંગે વધુ માહિતી આપવામાં આવશે. જોકે, આ અંગેનો સત્તાવાર પ્લાન હજુ જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ ટ્રમ્પની અગાઉની નીતિઓ જોતા આ શક્યતા પ્રબળ જણાય છે.બીજી તરફ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ પરથી ઈરાનને ચેતવણી આપી છે. ટ્રમ્પે ધમકી આપી છે કે જો ઈરાન સાથે ટૂંક સમયમાં કોઈ નક્કર સમજૂતી નહીં થાય, તો અમેરિકા ઈરાનના પાવર પ્લાન્ટ્સ, તેલના કૂવાઓ અને ખાર્ગ આઈલેન્ડને સંપૂર્ણપણે નેસ્તનાબૂદૃ કરી દૃેશે.
