શાહેદૃ ડ્રોનની સ્માર્ટનેસ આગળ હ્લ-૧૫ ફેઇલ અમેરિકાનું F-15 ફાઈટર જેટ અને ઈરાનના શાહેદૃ ડ્રોન વચ્ચે હવાઈ યુદ્ધ

નિષ્ણાતોનું કહેવું છે કે આ અસમપ્રમાણ યુદ્ધનું ઉદૃાહરણ છે, જ્યાં સસ્તી ટેકનોલોજી મોંઘી એર પાવરને ટક્કર આપી રહી છે

મધ્ય પૂર્વ યુદ્ધ વચ્ચે ઉત્તરી ઈરાકના આકાશમાં એર વોરફેરનો એક થ્રીલર વીડિયો સામે આવ્યો છે. અહીં અમેરિકન વાયુસેનાનું અત્યાધુનિક હ્લ-૧૫ ફાઈટર જેટ એક ઈરાની શાહેદૃ ડ્રોનનો પીછો કરી રહૃાું છે. યુદ્ધના તણાવ વચ્ચે આ બંને વિનાશક હથિયારોની ડોગફાઈટ યુદ્ધના થ્રિલનો અહેસાસ કરાવે છે.
વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે હ્લ-૧૫નો પાયલટ વારંવાર ટર્ન લે છે, આકાશમાં કલાબાજીઓ કરે છે અને નીચે ઉતરીને ડ્રોનને વિઝ્યુઅલી ટ્રેક કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ આ યુદ્ધમાં શાહેદૃ ડ્રોને ગજબની સ્માર્ટનેસ બતાવી છે. શાહેદૃ ડ્રોન વારંવાર હ્લ-૧૫ના પાયલટને થાપ આપે છે અને ઘણું નીચે આવી જાય છે. હ્લ-૧૫થી બચવા માટે તે પોતાની સ્પીડ પણ ઘટાડી દૃે છે. આખરે ૮૦ મિલિયન ડોલરનું અમેરિકન ફાઈટર જેટ આ શાહેદૃ ડ્રોનને કેમ ધ્વસ્ત કરી શકતું નથી અને હ્લ-૧૫ વારંવાર ઓવરશૂટ કરી જાય છે. આ દ્રશ્ય કંઈક એવું જ છે જાણે કોઈ ફોર્મ્યુલા-૧ કાર એક નાનકડી માખીને પકડવાનો પ્રયાસ કરી રહી હોય. આખરે હ્લ-૧૫ના પાયલટે સુરક્ષિત ઊંચાઈથી પણ નીચે આવવું પડ્યું, તેમ છતાં ડ્રોન બચીને નીકળ્યું હતું.
જમીન પર આ વીડિયો શૂટ કરનાર વ્યક્તિના હાથ પણ ધ્રૂજી રહૃાા છે, કારણ કે તેને વિમાનની સ્પીડ સાથે પોતાનો કેમેરો મેચ કરવાનો હતો. આ પીછો પૂરો થયો ત્યાં સુધીમાં ડ્રોને પોતાનું કામ કરી દૃીધું હતું. ડ્રોને સફળતાપૂર્વક હુમલો કરી એરબિલ પાસે આવેલી કાસ્ટ્રોલ ઓઈલ ફેસિલિટી પર બ્લાસ્ટ કર્યો હતો. ધડાકા બાદૃ ત્યાં ધુમાડાના કાળા ગોટેગોટા જોવા મળ્યા હતા. હ્લ-૧૫ હજુ પણ આકાશમાં ચક્કર લગાવી રહૃાું હતું, પણ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું. આ ઘટના આધુનિક યુદ્ધનું નવું સ્વરૂપ ઉજાગર કરે છે. મોંઘા ફાઈટર જેટ્સ હાઈ-સ્પીડ ડોગફાઈટ માટે બનેલા છે, પરંતુ ૨૦ થી ૫૦ હજાર ડોલરના સસ્તા અને નીચી ઊંચાઈએ ઉડતા શાહેદૃ ડ્રોન તેમના માટે મોટો પડકાર બની ગયા છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ અસમપ્રમાણ યુદ્ધનું ઉદૃાહરણ છે, જ્યાં સસ્તી ટેકનોલોજી મોંઘી એર પાવરને ટક્કર આપી રહી છે.
ઈરાનનું શાહેદૃ-૧૩૬ ડ્રોન ઈઝરાયલ અને અમેરિકા વિરુદ્ધ જંગમાં એક સસ્તું પણ ઘાતક હથિયાર સાબિત થયું છે.

રિલેટેડ ન્યૂઝ