હવે અમેરિકામાં રાજકીય જંગ શરૂ! 85 વિપક્ષી સાંસદોએ ટ્રમ્પનું રાજીનામું માગ્યું

ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના સાંસદોએ સીઝફાયરને વધાવ્યું

અમેરિકા અને ઈરાન વચ્ચે 6 સપ્તાહના સંઘર્ષ બાદ યુધ્ધવિરામ થતા તનાવ જયાં ઘટયો છે ત્યારે અમેરિકામાં મોટો રાજનીતિક વિવાદ ખડો થયો છે. ટ્રમ્પ પર અમેરિકાના વિપક્ષોનું દબાણ વધી ગયું છે અને વિપક્ષ ડેમોક્રેટના 85થી વધુ સાંસદોએ ટ્રમ્પનું રાજીનામુ માગી તેમને પદ પરથી હટાવવાની માંગ કરી છે. જયારે ટ્રમ્પની રિપબ્લિક પાર્ટીના સાંસદોએ ટ્રમ્પના યુધ્ધ વિરામના નિર્ણયનું સ્વાગત કયુર્ં છે.
વિપક્ષી નેતાઓએ ટ્રમ્પના પગલાને ખતરનાક, એક તરફી અને પર્યાપ્ત દેખરેખ વગરનું પગલુ ગણાવ્યું છે. 85થી વધુ ડેમોક્રેટ સાંસદોએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને પદ પરથી હટાવવાની માંગ કરી છે. ટ્રમ્પની પાર્ટી રિપબ્લિકનના સાંસદો મોર્ગન ગ્રીફીથે આ સમાધાનને આવકારીને તેના વખાણ કર્યા છે. તેમણે કહ્યું હતું કે ઈરાન સાથે સીઝફાયરની સમજૂતી માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પને અભિનંદન આપવા જોઈએ. અમેરિકી સેનાના કારણે ઈરાન નબળુ પડયું છે અને વાતચીત કરવા મજબૂર થયું છે.

રિલેટેડ ન્યૂઝ