દિલ્હી, પંજાબ, જમ્મુ-કાશ્મીર સહિત દેશના અનેક રાજયોમાં મંગળવારે ધોધમાર વરસાદ, કરાવૃષ્ટિ અને વીજળી પડવાની ઘટના બની હતી. રાષ્ટ્રીય રાજધાનીમાં આખો દિવસ કાળા વાદળ છવાઈ ગયા હતા અને ભારે પવન સાથે વરસાદ પડયો હતો. આજે પણ વરસાદનું એલર્ટ છે. ક્મોસમી વરસાદ અને કરાવૃષ્ટિથી જાનમાલને અને ખેતીના પાકોને વ્યાપક નુકશાન થયું છે. પંજાબના અનેક જીલ્લામાં વરસાદ અને કરાવૃષ્ટિથી ઘઉંના પાકને નુકસાન થયું હતું. હવામાં આ ફેરફાર પશ્ર્ચિમી ડિસ્ટર્બન્સની અસરકાર સાથે હવાની પેટર્નમાં ફેરફારના કારણે થયો. આ કારણે દિલ્હીમાં ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ વિમાન મથક પર સંચાલનને ખરાબ અસર પડી. દિલ્હીમાં વાવાઝોડા અને વરસાદના કારણે સાંજ સુધીમાં 300 ઉડાનો મોડી થઈ હતી. ખરાબ દ્દશ્યતાના કારણે 22 વિમાનોને દિલ્હીમાં લેન્ડીંગની અનુમતી નહોતી મળી, તેમને જયપુર લખનૌ, અમૃતસર અને અમદાવાદ તરફ ડાયવર્ટ કરાઈ હતી. પંજાબમાં હવામાન વિભાગે આજે પણ વરસાદ વચ્ચે કરાવૃષ્ટિને લઈને એલર્ટ જાહેર કયુર્ં છે. પંજાબના કૃષિમંત્રી ગુરમીત ખુડ્ડીયાએ કહ્યું છે કે સતત ત્રણ દિવસથી વરસાદના કારણે રાજયમાં ઘઉંના લગભગ સવા લાખ એકર પાકને નુકસાન થયું છે.
કમોસમી વરસાદથી ઓરિસ્સાના ભુવનેશ્ર્વર સહિત મયૂરભંજ, રાયગઢ, બલાંગીર અને જાજપુર જિલ્લામાં ઘણુ નુકશાન થયું છે. વાવાઝોડાના કારણે અનેક મકાનોની છત ઉડી ગઈ હતી અને નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘુસી ગયા હતા.
જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં કરાવૃષ્ટિથી બાગોને નુકસાન થયું છે.
બીજી બાજુ હવામાન વિભાગે ઝારખંડમાં આગામી 48 કલાક દરમિયાન મોટાભાગના જીલ્લામાં ગરજ-ચમક સાથે વરસાદ-કરાવૃષ્ટિની આગાહી કરાઈ છે.
