મધ્યપૂર્વમાં શાંતિની આશા ધૂંધળી થઇ

જે.ડી. વેન્સ્ો કરારની નિષ્ફળતા માટે ઇરાન દ્વારા પરમાણું શસ્ત્રો સંબંધિત ફરજિયાત શરતોનું પાલન કરવાનો જે ઇન્કાર થયો છે ત્ોન્ો જવાબદૃાર ઠેરવ્યું છે

ઇસ્લામાબાદૃમાં અમેરિકા અને ઇરાન વચ્ચે યુધ્ધવિરામ સમજૂતીન્ો લઇ થયેલી વાતચીત કોઇપણ સમજૂતી વગર પ્ાૂર્ણ થઇ છે. કહેવાય છે કે ઇરાન તથા અમેરિકાના અધિકારીઓ વચ્ચે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, પરમાણું સંગવર્ધનનો અધિકાર તથા પ્રતિબંધોમાં રાહતન્ો લઇ સમજૂતિ ન થતા આ વાતચીત કોઇપણ સમજૂતી વગર આખરે પડી ભાગી છે.
વાતચીતમાં નિષ્ફળતા માટે ઇરાન્ો વોિંશગ્ટનન્ો જવાબદૃાર ગણાવ્યું છે ત્યારે બીજી તરફ અમેરિકાનું કહેવું છે કે, ત્ોમના પ્રતિનિધિ મંડળે સહયોગ વાળું વલણ અપનાવ્યું હતું પરંતુ તહેરાનના અયોગ્ય વલણના કારણે વાતચીતનો નિવેડો આવી શક્યો નથી.
જે અવિશ્ર્વાસ અને પરસ્પર ધમકીઓના વાતાવરણમાં બન્ને પક્ષ વચ્ચે વાતચીત થઇ હતી ત્ોમાં આ વાત સ્પષ્ટ હતી કે, દૃાયકાઓથી ચાલી આવતી સમસ્યાનું સમાધાન ઇસ્લામાબાદૃમાં થોડા કલાકોની વાતચીત દૃરમ્યાન આવી જશે અલબત્ત આ વાત નિષ્ફળ પ્ાૂરવાર થઇ છે.
આથી આ મામલે પ્રશ્ર્ન આ થઇ રહૃાો છે કે, રાજકીય સમાધાનના પ્રયાસો વચ્ચે હવે મધ્ય પ્ાૂર્વનું શું થશે? શું સીઝ ફાયર આગળ વધશે કે ખાડીમાં ફરી પાછા બોમ્બ ઝીકવાનું કામ શરૂ થશે. વાતચીતમાં મળેલી નિષ્ફલતા પછી અમેરિકા તરફથી જે નિવેદૃનો આવી રહૃાા છે ત્ો જાણીન્ો એમ લાગ્ો છે કે, મધ્યપ્ાૂર્વમાં યુધ્ધ વધુ વિકટ બનશે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ્ો ઇરાનની સભ્યતાન્ો સમાપ્ત કરવાની ધમકી આપી હતી ત્યારબાદૃ ટ્રમ્પ્ો સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર ૧૫ દિૃવસ સુધી અસ્થાયી યુધ્ધ વિરામની ઘોષણા કરી હતી આથી આ વાત વિશ્ર્વ માટે રાહત સ્વરૂપ બની હતી. ટ્રમ્પની ઘોષણા પછી અમેરિકાના ઇરાન પર હુમલા બંધ થયા હતા.
બીજી તરફ ઇરાન્ો પણ અમેરિકાના બ્ોઝ સ્ોન્ટરો પર હુમલા બંધ કર્યા હતા. શાંતિના સ્થાયી સમાધાન માટે ઇસ્લામાંબાદૃમાં બ્ોઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે વિશ્ર્વન્ો આ બન્ને દૃેશો વચ્ચે નક્કર સમજૂતી થશે ત્ોમ લાગ્યું હતું અન્ો વિશ્ર્વમાં રાહત થઇ હતી.
પરંતુ ધોષણાના અમુક કલાકોમાં ઇઝરાયલે લેબનાન પર હુમલા કરવાનું નક્કી કર્યું હતું. અને પછી હુમલો કરવામાં આવતા ૩૦૦થી વધુ નાગરિકોના મોત થયા હતા જ્યારે ૧૫૦૦થી વધુ વ્યક્તિઓન્ો ગંભીર ઇજા થઇ હતી.
છેલ્લા ત્રણ દૃાયકામાં લેબ્ોનોન પર ઇઝરાયલનો સૌથી ભિષણ હુમલો હતો. ઇઝરાયલનું કહેવું હતુંં કે, લેબ્ોનોન યુધ્ધ વિરામનો ભાગ નથી આથી ઇરાન સાથે કરવામાં આવેલી સમજૂતી હિઝબુલ્લાહ પર લાગુ થતી નથી ત્યારબાદૃ ટ્રમ્પ્ો આ વાતનું ઉચ્ચારણ કર્યું હતું. બીજી તરફ મધ્યસ્થીની ભૂમિકા અદૃા કરતું પાકિસ્તાન તથા ઇરાનનું માનવું હતું કે, લેબનાન ફ્રંટ ૨૮ ફેબ્રુઆરી પછી (ઇરાન પર હુમલો) પણ ખુલ્લો હતો. આથી લેબ્ોનોન પણ યુધ્ધ વિરામનો ભાગ હોવું જોઇએ.
અલબત્ત ઇરાનનું પ્રતિનિધિ મંડળ જ્યારે ઇસ્લામાબાદૃ પહોચ્યું ત્ો પહેલા વોિંશગ્ટન પ્રશાસન્ો ઇઝરાયલના લેબ્ોનોન પર હુમલા ન કરો ત્ોમ જણાવ્યું હતું અમેરિકાના દૃબાણ પછી ન્ોત્ન્યાહુનું વલણ નરમ થયું હતું પરંતુ વાતચીત દૃરમ્યાન વોશિગ્ટન પોતાના ૧૫ એજન્ડા તથા તહેરાન ૧૦ એજન્ડા પર અડગ રહૃાું હતું.
માંગણીઓનો સ્વીકાર કે અસ્વીકાર કરવો ત્ો કોઇપણ દૃેશ માટે સરળ બાબત ન હતી પરિણામ આ આવ્યું કે, પાકિસ્તાનના પ્રધાનમંત્રી તથા ફિલ્ડ માર્શલે જે મહેનત કરી હતી ત્ોના પર પાણી ફરી વળ્યું છે.
સાચી બાબત આ છે કે, પરમાણું પ્રતિબંધો પર તહેરાન જે રીત્ો અડગ રહૃાું છે ત્ોની પાછળ રાજકીય સોચ રહેલી છે ત્ોમનું માનવું છે કે, પરમાણું ક્ષમતાથી ત્ોમન્ો ઇઝરાયલ તથા અમેરિકાના હુમલા વિરૂદ્ધ એક શક્તિ પ્રાપ્ત થાય છે. વાતચીત ન થવા પાછળ અન્ય કારણ હોર્મુઝ સ્ટ્રેટનું રહૃાું હતું. અમેરિકા એવું માન્ો છે કે, હોર્મુઝથી જે માલ તથા ત્ોલવાહક જહાજોનું પરિવહન થાય છે ત્ો સંપ્ાૂર્ણ રીત્ો ખુલી જાય. અન્ો ઇરાન દ્વારા કોઇ રોકટોક કરવામાં ન આવે અને અમેરિકા આ રીત્ો ઇરાન પર પોતાનું નિયંત્રણ રાખવા માગ્ો છે અમેરિકાએ જણાવ્યું હતું કે, હોર્મુઝન્ો લઇ કોઇ નક્કર વાત નક્કી નહીં થાય તો હોર્મુઝની સ્થિતિમાં ફેરફાર થશે નહીં. અલબત્ત વાતચીત દૃરમ્યાન ઇરાન હોર્મુઝ ખોલવા ત્ૌયાર થયું હતું. પરંતુ ઇરાન્ો જણાવ્યું હતું કે, હોર્મુઝમાં જે માઇન્સ વાપરી દૃેવામાં આવી છે ત્ોની ત્ોમન્ો જાણ નથી.
સાચી વાત આ છે કે, ઇરાન આ માઇન્સનો ઉપયોગ હોર્મુઝ પર પોતાનો કબજો જાળવી રાખવા તથા અમેરિકા અને ઇઝરાયલ પર દૃબાણ રાખવા યુધ્ધની રણનીતિના ભાગરૂપ્ો કરી રહૃાું છે.

રિલેટેડ ન્યૂઝ