સીડનીથી લંડન સુધીની 16000 કિમીની સફર કયાય સ્ટોપ વગર; બાહુબલી એરબસ ઉડશે
સીડની: હવાઈ સફરના આનંદ પણ હવે રોચક બની રહ્યા છે અને તેમાં તમે આંતરરાષ્ટ્રીય ઉડાન પર હા તો અનેકવિધ રોમાંચ પણ માણી શકે છે. હવે દુનિયાની સૌથી લાંબી હવાઈસફર- નોનસ્ટોપ- ઉડાનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે તો હવાઈ સફર ઓસ્ટ્રેલિયાના સીડનીથી ઈંગ્લેન્ડના લંડન સુધીની 16000 કીમીની લાંબી સફર હશે જે દરમ્યાન 22 કલાકમાં બે સુર્યોદયનો આનંદ માણી શકશો. હાલ વિશ્ર્વની સૌથી લાંબી સફર સિંગાપોરથી ન્યુયોર્કથી 18.5 કલાકની છે જેના રેકોર્ડ આ નવી શરૂ થનારી ફલાઈટને પ્રોજેકટ સનરાઈઝ હેઠળ આ વિમાની સફરનો હેતુ સીડનીને લગ્ન અને ન્યુયોર્ક સાથે કોઈ પણ જાતના સ્ટોપ વગર ઉડાન યોજવાની છે. સીડની લંડનનું અંતર 16000 કિમીનું છે અને આ નોનસ્ટોપ ઉડાનથી મુસાફરનો ચાર કલાકનો સમય બચશે. આ માટે એરબસ એ 350-1000 યુએલઆર વિમાનનો ઉપયોગ કરશે. આ પ્રકારના 12 વિમાનોના કાફલાને તૈયાર કરવામાં આવી રહ્યો છે. બે માસ તેની ટેસ્ટ-ઉડાન થશે જેની ઉડાન સમયની આવશ્યકતા પર ખ્યાલ આવી શકે.
