વોશિંગ્ટન/તહેરાન: અમેરિકા-ઈરાન વચ્ચે ઈસ્લામાબાદ વાટાઘાટ ફરી એક વખત ભાંગી પડયા બાદ ઈરાને અત્યંત આકરા વલણમાં હોર્મુઝ નાકાબંધી ઉઠાવે તે પછી જ વાટાઘાટ થશે તેવું જાહેર કરતા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હવે ઈરાન પાસે ફકત ત્રણ જ દિવસ હોવાનું અલ્ટીમેટમ આપતા કહ્યું કે હવે જો ઈરાન વાટાઘાટ નહી કરે તો ક્રુડતેલ પાઈપલાઈનમાં વિસ્ફોટકો શરૂ થઈ જશે.
ટ્રમ્પે ફોકળ ન્યુઝ સાથેની વાતચીતમાં જો ઈરાન તેલની નિકાસ કરી શકશે નહી કરે તો ક્રુડતેલની પાઈપલાઈન પર દબાણ વધશે અને તે ફાટવા લાગશે. અમોએ ક્રુડ તેલ ટેન્કર્સને આવાગમનના અને સ્ટોરેજના માર્ગો બંધ કરી દીધા છે તેમાં જે ક્રુડતેલ ઉત્પાદન કરશે તે વધુ સ્ટોરેજ કરી શકશે નહી. જો તેમનું ઉત્પાદન ચાલુ રાખશે તો પાઈપલાઈન પર દબાણ વધશે અને તે ફાટવા લાગશે તે જો અટકાવવુ હોય તો ઈરાને વાટાઘાટના ટેબલ પર આવવું પડશે.
પાકિસ્તાન વિશ્ર્વાસપાત્ર નથી: ત્ો ફક્ત ટ્રમ્પની ચાપલુસી કરે છે:ઇરાન
અમેરિકા સાથેના યુદ્ધમાં હવે ઈરાને પાકિસ્તાનની કોઈ મધ્યસ્થી ફગાવી છે અને રશિયાને સાથે લેવા પ્રયત્ન કર્યો છે. ઈરાનના વિદેશમંત્રી હાલ રશિયામાં છે તે વચ્ચે આ દેશના રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશનીતિ આયોગના પ્રવકતા તથા સાંસદ ઈબ્રાહીમ રજાઈએ સોશ્યલ મીડીયામાં એક પોસ્ટ લખીને પાકિસ્તાન અમેરિકા તરફી પક્ષપાત કરી રહ્યો હોવાનો આરોપ મુકયો હતો અને જણાવ્યું કે મધ્યસ્થી એ નિષ્પક્ષ હોવા જોઈએ. પરંતુ પાકિસ્તાન તેમાં સાચું વલણ દાખવતુ નથી તે હંમેશા અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના હિતોને ધ્યાનમાં રાખે છે તેથી અમેરિકા સામે બોલતુ નથી. તેઓએ ઉમેર્યુ કે ભલે પાકિસ્તાન અને ઈરાન સારા પાડોશી હોય પણ તે ભરોસામંદ નથી.
