વિશ્વ સ્તરે મધ્યસ્થી બનીને ’વિશ્ર્વગુરુ’ છાપ ઊભી કરવા મથતા પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે મોટો રાજદ્વારી ફટકો પડ્યો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થી બનવાના પાકિસ્તાનના પ્રયાસો સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હવે પાકિસ્તાન દ્વારા સંપર્ક કરવાને બદલે ઈરાન સાથે સીધી વાતચીત કરવા પર ભાર મૂક્યો છે.
ઈરાને પાકિસ્તાન પર વિશ્વાસ કરવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે. ઈરાની સાંસદ ઈબ્રાહિમ રેઝાઈએ જણાવ્યું હતું કે, ’પાકિસ્તાન એક પાડોશી દેશ તરીકે સારો છે, પરંતુ મધ્યસ્થી તરીકે તેણે પોતાની વિશ્વસનીયતા ગુમાવી દીધી છે.’ તેમણે આરોપ લગાવ્યો કે, ’પાકિસ્તાન સતત ડોનાલ્ડ ટ્રમ્પના હિતોને ટેકો આપી રહ્યું છે અને અમેરિકા સામે કોઈ નક્કર વલણ અપનાવતું નથી. આ કારણોસર, ઈરાન હવે પાકિસ્તાનને વાટાઘાટો માટે યોગ્ય પક્ષ ગણતું નથી.’
