અમેરિકા સાથે યુધ્ધ વિરામની વાતચીત ઇરાને અટકાવી દૃીધી

લેબેનોન પર હુમલાના વિરોધમાં

હોર્મુઝ સ્ટ્રેટ ફરી બંધ કરવાની ત્ૌયારી શરૂ

ઈરાને અમેરિકા સાથેની યુદ્ધવિરામ વાટાઘાટો હાલ પૂરતી રોકી દૃીધી છે. ઈરાની ન્યૂઝ એજન્સી તસ્નીમ અનુસાર, તેહરાને કહૃાું છે કે જ્યાં સુધી લેબનોનમાં ઈઝરાયલી હુમલાઓ અટકતા નથી, ત્યાં સુધી મધ્યસ્થીઓ દ્વારા અમેરિકા સાથે કોઈ વાતચીત થશે નહીં.
રિપોર્ટ અનુસાર, ઈરાનનું કહેવું છે કે લેબનોનમાં શાંતિ જાળવી રાખવી યુદ્ધવિરામની મહત્વપૂર્ણ શરતોમાં સામેલ હતું. પરંતુ હવે લેબનોન સહિત અનેક મોરચે આ કરારનું ઉલ્લંઘન થઈ રહૃાું છે.ઈરાને ગાઝા અને લેબનોનમાં ઈઝરાયલની સૈન્ય કાર્યવાહી તાત્કાલિક રોકવા અને લેબનોની ક્ષેત્રમાંથી ઈઝરાયલી સેનાની સંપૂર્ણ વાપસીની માગ કરી છે. તેહરાનનું કહેવું છે કે જ્યાં સુધી આ મુદ્દાઓ પર તેની અને તેના સહયોગીઓની માંગણીઓ પૂરી થતી નથી, ત્યાં સુધી વાતચીત ફરી શરૂ થશે નહીં.
તસ્નીમના રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે ઈરાન અને તેના સહયોગીઓ હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે બંધ કરવા અને અન્ય મોરચાઓને સક્રિય કરવાના વિકલ્પ પર પણ વિચાર કરી રહૃાા છે. જેમાં બાબ અલ-મંદૃેબ સ્ટ્રેટ પણ સામેલ છે.

રિલેટેડ ન્યૂઝ