ટ્રમ્પની મનાઈ છતાં ઇઝરાયેલનો ઇરાન પર હુમલો:સીઝ ફાયરનો અંત
ઇરાન્ો ત્ોલઅવીવ પર મિસાઇલ ઝીંકી
તહેરાન/તેલઅવીવ: મધ્યપુર્વમાં અમેરિકા-ઈઝરાયેલ દ્વારા સંયુક્ત રીતે ઈરાન સાથેનું યુદ્ધવિરામ તુટી ગયુ છે અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ હવે ઈરાનના અણુ કાર્યક્રમ વિરુદ્ધનું વલણ વધુ આકરુ બનાવ્યુ છે. ઈઝરાયેલે દાવો કર્યો કે ઈરાને તેના પર મિસાઈલ હુમલો કર્યો હતો. જેના જવાબ આપવા તહેરાન પર વધતા મિસાઈલ હુમલા કરાયા છે તો બીજી તરફ સાઉદી અરેબીયાની એરબેઝ પર પણ મિસાઈલ હુમલો થયો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સંયમ જાળવવા કરેલી અપીલ છતાં પણ હવે નવેસરથી શરૂ થયેલા હુમલાએ શાંતિની આશાને આંચકો આપ્યો છે. ઈરાન પર ઈઝરાયેલના હુમલા બાદ તહેરાનમાં મોટા વિસ્ફોટો સંભળાયા હતા તથા અનેક સ્થળો પર આગ-ધુમાડા નજરે ચડતા હતા. ઈરાને રવિવારે રાત્રીના ઈઝરાયેલના પાટનગર તેલઅવીવ પર હુમલો કર્યો હતો. જેના પગલે તેલઅવીવ સહિતના ઈઝરાયેલના શહેરોમાં હવાઈ હુમલા વિરોધી સાયરન સંભળાતી હતી તથા લોકોને સલામત સ્થળો પર રહેવા માટે અપીલ કરાઈ હતી. તા.8 એપ્રિલે યુદ્ધ વિરામ થયા બાદ બન્ને દેશો વચ્ચે આ પ્રથમ સીધી સૈન્ય અથડામણ છે. ઈરાનનુ કહેવું છે કે યુદ્ધ વિરામ છતા ઈઝરાયેલ એ બૈરૂત પર હુમલા ચાલુ રાખ્યા છે. ઈરાન પરના હુમલામાં અહીના આંતરરાષ્ટ્રીય વિમાની મથક પર પણ મિસાઈલ દાગવામાં આવ્યા હતા. ઈરાને ઉતરી ઈઝરાયેલ પર 10 બેલેસ્ટીક મિસાઈલ દાગ્યા હતા. ઈરાન સતત માંગ કરતુ આવ્યુ છે કે ઈઝરાયેલે ઈરાન ઉપરાંત લેબનાન પર પણ હુમલા બંધ કરવા જોઈએ. નહીતર તે યુદ્ધવિરામનું પાલન કરશે નહી. ઈઝરાયેલના હુમલાના પગલે તહેરાનની એરસ્પેસ બંધ કરી દેવાઈ છે. બીજી તરફ સાઉદી અરેબીયાના અલ-બાર્જ એરવેઝ પર પણ મિસાઈલ હુમલો થયાના ખબર છે. જો કે ઈરાને આવો કોઈ હુમલો કર્યાનું નકાર્યુ છે. ઈઝરાયેલના દાવો છે કે યમનમાંથી પણ ઈઝરાયેલ પર હુમલા કરાયા છે. અમેરિકા-ઈઝરાયેલે સંયુક્ત રીતે ઈરાન પર 100 દિવસ પુર્વે હુમલા કર્યા હતા.
સાઉદૃી એરબ્ોઝ પાસ્ો પણ વિસ્ફોટ: ઇઝરાયેલના ત્ોહરાન સહિત ઇરાનના અન્ોક ભાગોમાં મિસાઇલ હુમલા:બ્ૌરુતમાં પણ બ્લાસ્ટ
ભારતીયો માટે ઇરાનન્ો લઇન્ો કેન્દ્રની એડવાઇઝરી જાહેર
તમામ દૃેશોન્ો યુધ્ધ રોકવા ભારતની અપીલ
મિડલ-ઈસ્ટમાં એકવાર ફરી યુદ્ધ શરૂ થઈ ગયું છે. ઈરાન અને ઈઝરાયેલ બંને એકબીજા ઉપર મિસાઈલો છોડી રહૃાા છે. આવા ગંભીર સંજોગોમાં ઈરાન સ્થિત ભારતીય દૃૂતાવાસે એક એલર્ટ એડવાઈઝરી જાહેર કરી દૃીધી છે. ભારતીય દૃૂતાવાસે ત્યાં વસતા ભારતીય નાગરિકોને તાત્કાલિક ઈરાન છોડી દૃેવાની સલાહ આપી છે. તેહરાન સ્થિત ભારતીય દૃૂતાવાસે આ વિસ્તારની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ ભારતીય નાગરિકોને કડક સૂચના આપી છે કે તેઓ હાલ પૂરતી ઈરાનની કોઈ પણ પ્રકારની યાત્રા ન કરે. દૃૂતાવાસે સ્પષ્ટ કર્યું છે કે, સુરક્ષાની ષ્ટિએ અત્યારે ત્યાં જવું બિલકુલ યોગ્ય નથી.
ઇઝરાયેલે શાંતિ સમજાુતિ સ્વીકારવી જ પડશે:ટ્રમ્પ
ન્ોતન્યાહુ પાસ્ો વિકલ્પ નથી
અમેરિકા યુધ્ધમાં નહીં ઝંપલાવે ત્ોવા સંકેત
વોશિંગ્ટન: ઈરાન-ઈઝરાયેલ વચ્ચે ફરી એક વખત મિસાઈલ હુમલાને નજર અંદાજ કરતા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે હાલના મિસાઈલ હુમલા શાંતિ સમજુતીને રોકી શકશે નહી. ખાસ કરીને ઈઝરાયેલ આક્રમક છે અને લેબનાન-બૈરૂત પર હુમલા કરી રહ્યું છે. તેના પર જવાબ આપતા ટ્રમ્પે કહ્યું કે નેતાન યાહુએ પણ શાંતિ સમજુતી સ્વીકારવી પડશે તેની પાસે કોઈ વિકાસ નથી. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફાયનાન્સીયલ ટાઈમ સાથે એક ટેલીફોનીક ઈન્ટરવ્યુહમાં કહ્યું કે એ નિર્ણય લઈ લીધો છે. મારી પાસે તમામ સતા છે. નેતન્યાહુ પાસે કોઈ નિયંત્રણ નથી તેની પાસે કોઈ પસંદગી જ નથી. ઈઝરાયેલ-ઈરાન વચ્ચે ફરી શરૂ થયેલા યુદ્ધ પર પ્રમુખ ટ્રમ્પે કહ્યું કે તેઓ 3000 વર્ષથી અને 47 વર્ષ તમો જે ગણતરી કરો તે સમયથી લડી રહ્યા છે. મારી શાંતિ સમજુતીને તેઓ રોકી શકશે નહી.
