અમેરિકા-ઇરાન વચ્ચે ફ્રોઝન ફંડના ઉપયોગને લઇને નવો વિવાદ સર્જાયો
ઇરાનને ૧૨ બિલિયન ડોલર આપતા પહેલા ટ્રમ્પની આકરી શરત
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ બાદૃ હવે વેપાર અને ફ્રીઝ કરાયેલા ફંડના ઉપયોગને લઈને એક નવો રાજદ્વારી વિવાદૃ ઊભો થયો છે. અમેરિકા ઈચ્છે છે કે ઈરાનના ફ્રીઝ કરાયેલા ઇં૧૨ બિલિયન એટલે કે અંદૃાજે ૧.૧૩ લાખ કરોડ રૂપિયાનો ઉપયોગ અમેરિકન ખેડૂતો પાસેથી ઘઉં અને અન્ય કૃષિ ઉત્પાદૃનો ખરીદૃવા માટે કરવામાં આવે. જોકે, તેહરાને આ શરતને સખત શબ્દૃોમાં ફગાવી દૃીધી છે અને સ્પષ્ટ કર્યું છે કે આ નાણાં ક્યાં ખર્ચવા તેનો નિર્ણય તે પોતે જ કરશે.બંને દૃેશો વચ્ચે યુદ્ધવિરામને લઈને સ્વિટ્ઝરલેન્ડમાં શાંતિ ચર્ચા ચાલી રહી છે. ગયા સપ્તાહે થયેલા વચગાળાના કરાર બાદૃ પ્રથમ ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠક બાદૃ ઈરાનના મુખ્ય વાટાઘાટકાર મોહમ્મદૃ બાઘેર ઘાલિબાફે જણાવ્યું કે બંને પક્ષો ઇં૧૨ બિલિયનના ફ્રીઝ ફંડને મુક્ત કરવા માટે સંમત થયા છે.વડાપ્રધાન ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ વલણને સમર્થન આપતાં સોશિયલ મીડિયા પર લખ્યું કે, પ્રતિબંધોમાં મળનારી રાહત અને મુક્ત થનારી રકમ અમેરિકાના જ નિયંત્રણ હેઠળના ખાતામાં રહેશે. તેનો ઉપયોગ માત્ર ખાદ્ય સામગ્રી, દૃવાઓ અને માનવતાવાદૃી જરૂરિયાતોની વસ્તુઓ ખરીદૃવા માટે જ થઈ શકશે.
