આજ બન્ને ટીમનું આગમન : શાહી સ્વાગત

એરપોર્ટથી ખંડેરી સ્ટેડિયમ સુધી સજ્જડ સુરક્ષા વ્યવસ્થા

રાજકોટ તા.5
આગામી 7 જાન્યુઆરીના રોજ રાજકોટમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ટી-20 મેચ રમાશે. આવતીકાલે બન્ને ટીમનું આગમન થતાર હોય જેને લઇને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બન્ને ટીમના એરપોર્ટ ખાતે આગમનથી થઇ મેચ દરમિયાન સ્ટેડીયમ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાજકોટ શહેર અને જિલ્લા પોલીસ દ્વારા સજ્જડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રેન્જ આઇજી અને જિલ્લા પોલીસ વડાના નિરીક્ષણ હેઠળ 5 ડિવાયએસપી 10, પીઆઇ 40, પીએસઆઇ સહિત 432 પોલીસ સ્ટાફ તૈનાત રહેશે. મેચ દરમિયાન કાંકરીચાળો ન થાય તેમજ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રાજકોટ જીલ્લા પોલીસવડા જયપાલસિહ રાઠોડની રાહબરીમાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે 5 ડીવાયએસપી, 10 પીઆઈ, 40 પીએસ આઈ, 232 એએસઆઈ/ હેડ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ, 46 ટ્રાફ્ટિ પોલીસના જવાનો, 64 મહિલા પોલીસ, 32 ટ્રાફિક બ્રિગેડ અને 2 બીડીડીએસની ટીમ તૈયાર રહેશે. રાજકોટમાં જે હોટલમાં ઉતારો આપવામાં આવ્યો છે. ત્યાંથી લઈને ખંઢેરી ક્રિકેટ સ્ટેડીયમ સુધીના તમામ માર્ગ ઉપર તેમજ હોટલ અને સ્ટેડીયમ ખાતે પણ પોલીસની ખાસ કિલ્લેબંધી રહેશે લોકોને માચીસ, ટીફીન, બીડી સહિતની વસ્તુઓ લઇ જવા મનાઈ ફરમાવી છે તેમજ લોકોને કોઈ પ્રશ્ર્ન હોય તો ત્યાં ટેમ્પરરી સ્ટેડીયમ ચોકી કાર્યરત કરવામાં આવી છે. મેચ પૂર્ણ થયા બાદ પણ ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં મોટા વાહનોને પડધરીથી નેકનામ મીતાણા તરફ અને પડધરીથી ટંકારા તરફ ડાયવર્ઝનકરવામાં આવ્યા છે. બંને ટીમના આગમનને લઇને બંને હોટેલને રોશનીથી શણગારવામાં આવી છે. રાજકોટના કાલાવડ રોડ પરની હોટેલમાં ઇન્ડિયન ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા સહિતના ખેલાડીઓનું તા.6ના બપોરે આગમન થશે ત્યારે 15 થી 20 યુવક- યુવતિઓ ગરબા રમશે અને તે બાદ હાર પહેરાવી સ્વાગત થશે. આ ઉપરાંત શહેરના 150 ફૂટ રીંગરોડ પર સ્થિત હોટેલમાં શ્રીલંકન ટીમના આગમન સમયે ખેલાડીઓને હાર પહેરાવી ભારતીય પરંપરાથી તેમનું સ્વાગત કરાશે.
ટીમના આગમનને લઇને હોટેલની અંદર અને બહાર ખેલાડીઓના પોસ્ટર્સ લાગ્યા છે. જેમાં કેપ્ટન દાસુન શાનાકા માટે 8માં માળે સ્યુટરૂૂમ રખાયો છે. આ સિવાયના રૂૂમો અન્ય ખેલાડીઓ માટે છે. તા.6,7 એમ બે દિવસ અને તા.8ના બપોરે ટીમ રવાના થાય ત્યાં સુધી સામાન્ય લોકો માટે હોટેલ અને રેસ્ટોરન્ટ બંધ રહેશે. શ્રીલંકન ટીમ માટે અલગ-અલગ પ્રકારના ઇન્ટરનેશનલ ચીઝ, ગ્લુટન ફ્રી એન્ડ મલ્ટી ગ્રેઇન બ્રેડ, મલ્ટીગ્રેઇન કૂકીઝ, લો ફેટ ગ્રીક યોગર્ટ, ગ્લુટન ફ્રી પાસ્તા હશે ઉપરાંત ગુજરાતી અને શિયાળુ સિઝનલ ફૂડ જેવા કે, ચીકી, અડદિયા, જ્ઞફ્કા, ગાઠીયા, ખમણ ઢોકળા અને ગુજરાતી નમનીક પીરસવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ