૨૦૨૩ ભારતનું વિશ્ર્વના મંચ પર આગમન થશે

ડીજીટલ: 1.20 અબજ મોબાઈલ કનેકશન: 87 કરોડ ઈન્ટરનેટ વપરાશકાર ભારતને ડીજીટલ ઈકોનોમી બનાવશે:ફિઝીકલ: વિશ્ર્વની સૌથી વધુ વસતિ ધરાવતો દેશ હવે દુનિયાની છઠ્ઠા ભાગની લેબર માર્કેટ: ઉત્પાદકતા વધારશે

મુંબઈ: 2023ના વર્ષના પ્રારંભમાં જયારે દેશમાં 2024ની લોકસભા ચૂંટણી અને આ વર્ષે યોજાનારી નવ રાજયની ધારાસભા ચૂંટણીઓ પર છે પણ 2023નું વર્ષ ભારત વિશ્ર્વના આર્થિક ક્ષેત્રના મંચ પર આવી જશે. આ વર્ષે ભારતના માટે તેની આર્થિક ક્ષમતાને વૈશ્ર્વિક મંચ પર મજબૂત કરવા માટેનું પણ બની ગયા જયારે વિશ્ર્વ અનિશ્ર્ચિતતા અને મંદીમાં ફસાવાની રાહ પર છે તે સમયે નો આ રીપોર્ટ મહત્વનો બની રહેશે. ભારત હવે નાણાકીય (ફિસ્કલ) ડીજીટલ (ટેકનોલોજી), ફિઝીકલ (વસતિ) અને ઈન્ફાસ્ટ્રકચરલ (માળખાકીય સુવિધા) અને સોશ્યલ (એક મજબૂત દેશ) તરીકે ઉપસી આવશે અને વિશ્ર્વના કામકાજી સંખ્યાબળનો છઠ્ઠા ભાગના લોકો ભારતમાં છે. જેના કારણે 2027માં ભારત જાપાન અને જર્મનીના અર્થતંત્રથી આગળ નીકળી જશે. વિશ્ર્વબેન્કે પણ તેના રીપોર્ટમાં જણાવ્યું છે કે ભારત તેની 6%ના વિકાસ દરની ગતિ જાળવી રાખે તો 2026માં જર્મનીને વિશ્ર્વના નંબર-4ના અર્થતંત્ર સ્થાનેથી દૂર કરી તે સ્થાને આવી જશે. 2032 સુધીમાં જાપાનને નંબર-3 પરથી પાછળ ધકેલીને 2035 સુધીમાં ભારત 10 લાખ કરોડ ડોલરનું અર્થતંત્ર બનશે જયારે 2047/48માં ભારત 26 લાખ કરોડ ડોલર અર્થતંત્ર બની જશે.વિશ્ર્વ બેન્કના રીપોર્ટમાં જણાવ્યું કે ભારતનું અર્થતંત્ર આ સમયે હાલ કરતા છ ગણું મોટું હશે તથા દેશના લોકોની સરેરાશ આવક 15000 ડોલર પ્રતિ વર્ષ થઈ જશે. ભારત પુર્વ વિશ્ર્વનું સૌથી મોટી લેબરફોર્સ તથા લેબર માર્કેટ છે અને તેથી લાંબાગાળામાં વેતન વધારાની ગતિ કરતા ઉત્પાદકતા અનેકગણી વધી જશે.
ભારતમાં 1.20 અબજ મોબાઈલ કનેકશન અને 83.70 કરોડ ઈન્ટરનેટ ઉપયોગકર્તાથી ભારત ડીજીટલ ઈકોનોમી બનાવવામાં પણ નંબર વન હશે.

રિલેટેડ ન્યૂઝ