નૂતન વર્ષે સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિની આવશ્યકતા

કામ માત્ર આજીવિકાનું સાધન છે, જીવનનો અંતિમ ઉદ્દેશ્ય નથી. હોસ્પિટલમાં દૃાખલ થયેલા વ્યક્તિન્ો બ્ોન્ક બ્ોલેન્સની યાદૃ આવતી નથી માત્ર પરિવાર સાથે ગાળેલી યાદૃગાર પળોન્ો યાદૃ કરે છે

સમયની રેતી જે રીત્ો આપણા હાથમાંથી ઝડપથી સરકી રહી છે ત્ોનો વાસ્તવિક ખ્યાલ આપણન્ો ત્યારે થાય છે જ્યારે દિૃવાલ પર લટકાવેલું કેલેન્ડર બદૃલવાનો સમય આવતો હોય છે અન્ો આપણે બધા એક નવા વર્ષના દૃરવાજા પર આવીન્ો ઉભા થઇ ગયા હોઇએ છીએ.
ન્ાૂતન વર્ષ ૨૦૨૬નું આગમન માત્ર તારીખ અન્ો મહિનો બદૃલવાની ઔપચારીક ઘટના નથી. પરંતુ આપણી ચેતનાન્ો ઝણઝણાટી કરાવે એવો મુકામ છે જ્યાં ઉભા રહી આપણે પાછળ તરફ ષ્ટિ કરવી જરૂરી છે. અને આગળનો માર્ગ નક્કી કરવો પડશે. ન્ાૂતન વર્ષનું આગમન થયા પછી આપણે ખોટા વાયદૃા તથા ખોખલા સંકલ્પોથી આગળ વધીન્ો જીવન જીવવાની આપણી રીતભાત વિશે ઇમાનદૃારી પ્ાૂર્વક કઠોર સ્વરૂપ્ો ઓડિટ કરવું જોઇએ.
આજના સમયની સૌથી મોટી વિડંબના આ છે કે, ટેકનીકના માધ્યમથી આપણે આખા વિશ્ર્વ સાથે ૨૪ કલાક જોડાયેલ રહીએ છીએ. પરંતુ પોતાની જાત સાથેથી અળગા થયા છે આપણે આપણા શરીરની જરૂરિયાત તથા પરિવારથી વિખૂટા પડી રહૃાા છીએ. નવા વર્ષમાં દૃરેક મનુષ્યનો સંઘર્ષ કોઇ બહારનો વાયરસ, જીવાણું અથવા મહામારીથી નથી પરંતુ આપણી જીવન શૈલી સાથેનો છે.
ટેકનોલોજીએ માનવ શરીરનું મશીનરીમાં રૂપાંતર કરી નાંખ્યું છે. આ મશીનીકરણ સામે સૌથી પ્રથમ અન્ો અનિવાર્ય ક્રાંતિ આપણી રસોઇ અન્ો જમવાની થાળીથી શરૂ થવી જોઇએ. આપણે આપણા ખાન પાનમાં ‘ઘર વાપસી કરવી જરૂરી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વૈશ્ર્વિકરણની ચકચકિત સ્ાૃષ્ટિમાં આપણી થાળીમાંથી પોષણ ગાયબ થયું છે અન્ો માત્ર સ્વાદૃ રહી ગયો છે. નવા વર્ષમાં દૃરેક માનવીઓએ પોતાના મૂળભૂત જીવન તરફ પરત ફરવુંં જોઇએ આપણી ભારતીય પરંપરામાં મિલેટ્સ મતલબ કે શ્રી અન્ન દૃા.ત. બાજરી, જુવાર, રાગી, કોદૃરી વગ્ોરેનો આપણી થાળીમાં સમાવેશ કરવો જોઇએ.
આજના સમયમાં દૃૂષિત ભોજન કરતા વધુ ખતરનાક ‘ડિજીટલ ભોજન છે જે આપણી આંખો સમક્ષ હંમેશા તરવરતુંં રહે છે. આજના સમયમાં દૃરેક વ્યક્તિઓ અન્ો ખાસ કરીન્ો યુવાનો અિંનદ્રા, ગંભીર માનસિક તણાવ, તથા ડિપ્રેશન જેવી મહામારીનો સામનો કરી રહૃાા છે.
આ બાબતનો સૌથી વધુ સંબધ હથેળીમાં રાખવામાં આવતો મોબાઇલ છે. રાત્રિનો સન્નાટો જે સ્વાસ્થ્ય વર્ધક િંનદ્રા, અન્ો માનસિક શાંતિ માટે બન્યો હતો હવે મોબાઇલની લ્યુ લાઇટ તથા સોશ્યલ મીડિયા નોટિફિકેશનની ‘િંટગ-િંટગ એ છીનવી લીધો છે.
હવે આપણે પથારીમાં સુવા ગયા પછી પથારીમાં મોબાઇલના માધ્યમથી રીલ્સ જોતા હોઇએ છીએ આ આદૃત આપણા મગજમાં ડોયામાઇનનું એવું ચક્રવ્યુહ રચે છે જે મગજન્ો સતત ઉત્તેજિત રાખે છે. આથી આપણે સ્વાસ્થ્યવર્ધક િંનદ્રા લઇ શકતા નથી કે જે આપણા સ્વાસ્થ્યનો આધાર સ્તંભ છે. આપણે આ બાબત્ો કઠોર વ્રત લેવું પડશે કે પથારીમાં જતા પહેલા એક કલાક અગાઉથી આપણે ડિજીટલ દૃુનિયાના દ્વારા બંધ કરીશું. જેથી આપણા મગજન્ો પુરતો આરામ મળી શકે. હવે એવો સમય આવ્યો છે કે, દૃરેક માનવીએ ‘ડિજીટલ ફાસ્ટીંગના નવા મંત્રન્ો જીવનનો આધાર બનાવવો પડશે.
સપ્તાહમાં ઓછામાં ઓછો એક દિૃવસ અથવા દિૃવસના અમુક કલાક આપણે સંપ્ાૂર્ણ રીત્ો ઓફલાઇન થવું પડશે. આ સમય એવો હોવો જોઇએ આપણે સ્ક્રીન તરફ નહીં પરંતુ આપણા પરિવારના સભ્યો, મિત્રો વગ્ોરે સાથે બ્ોસીન્ો સુખ-દૃુ:ખની વાત કરવી જોઇએ તથા બાળકો સાથે રમતો રમવી જોઇએ અથવા યોગાસન કરવા જોઇએ તથા પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જોઇએ.
આ ડિજિટલ ડિટોકસ દૃરેક વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય માટે એક સંજીવની પ્ાૂરવાર થશે આ વાતમાં કોઇ શંકા નથી તથા પરસ્પર સંબંધોમાં આવેલ અંતર પણ આ બાબતથી ઘટશે. આપણી જવાબદૃારી માત્ર પોતાના પર સિમિત નથી. આપણી આગામી પ્ોઢી મતલબ કે આપણા બાળકો પણ કૃત્રિમ દૃુનિયાના કેદૃી બની રહૃાા છે જે એક િંચતાજનક વિષય છે.
આપણે આપણા બાળકોન્ો વાઇફાઇ ઝોનથી બહાર કાઢી કુદૃરત તરફ લઇ જવા જોઇએ. બાળકો જો પ્રકૃતિના સાંનિધ્યમાં રમશે, સાઇકલ ચલાવશે, તથા ખુલ્લા આકાશ નીચે સ્ાૂર્ય પ્રકાશમાં વ્યાયામ કરશે તો ત્ોમનો શારિરીક અન્ો માનસિક વિકાસ સારો થશે.
પ્રકૃતિ પાસ્ો એવો જાદૃુ છે કે, જે તણાવનું શોષણ કરે છે અને આંખોની રોશનીથી લઇ મનની એકાગ્રતા તથા શરીરમાંથી દૃરેક રોગ દૃૂર કરી શકે છે આ બાબત આપણે યાદૃ રાખવી જોઇએ કે આપણે જે કામ કરીએ છીએ ત્ો માત્ર આજીવિકા માટે કરી રહૃાા છીએ આ જીવનનો અંતિમ ઉદ્દેશ્ય નથી.

રિલેટેડ ન્યૂઝ