આજે ‘વિકાસ અને વિરાસતનો મંત્ર’ ચારે બાજુ ગુંજી રહૃાો છે: વડાપ્રધાન

રોકાણ માટે આ જ સાચો સમય: મોદૃીનું વૈશ્ર્વિક રોકાણકારોન્ો આહ્વાન

વર્ષ-૨૦૨૬ના પ્રારંભ બાદૃ વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી ત્રણ દિૃવસની ગુજરાતની મુલાકાત્ો આવ્યા છે. આજે પ્રવાસના બીજા દિૃવસ્ો વડાપ્રધાન્ો રાજકોટ ખાત્ો વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ-સૌરાષ્ટ્ર-કચ્છનો પ્રારંભ કરાવ્યો હતો. ત્ો પ્રસંગ્ો દૃેશના જાણીતા ઉદ્યોગપતિઓ આ સમિટમાં સહભાગી થયા હતા. પ્રધાનમંત્રીએ સમિટના સ્થળે રહેલા વિવિધ સ્ટોલ્સની મુલાકાત લઈ હતી ત્ોમજ આ સંદૃર્ભે નોંધ પણ કરી હતી.

પ્રધાનમંત્રીના હસ્ત્ો વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર-કચ્છનો પ્રારંભ

રાજકોટ, જામનગર અન્ો મોરબીનો આ ત્રિકોણ ‘મિની જાપાન બનાવવાનું સપનું આજે હકીકત બન્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ વર્ષ ૨૦૨૬ના પ્રારંભ બાદૃ ગુજરાતની પ્રથમ સુખદૃ યાત્રામાં સોમનાથ મહાદૃેવના ચરણોમાં શીશ ઝુકાવીને વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં સહભાગી બનતા જણાવ્યું હતું કે, આજે ’વિકાસ અને વિરાસત’ના મંત્ર ચારે બાજુ ગુંજી રહૃાો છે. બે દૃાયકા પૂર્વે એક સપનાથી શરૂ થયેલી વાઈબ્રન્ટ ગુજરાતની યાત્રા આજે એક ગ્લોબલ બેન્ચમાર્ક સાથે અતૂટ ભરોસા સુઘી પહોંચી છે. અત્યાર સુધીમાં ૧૦ વાઈબ્રન્ટ સમિટ યોજાઈ ચૂકી છે. વાઈબ્રન્ટ સમિટ શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્ર્વને ગુજરાતના સામર્થ્યથી પરિચિત કરાવવાનો હતો, પરંતુ આજે તે રોકાણથી આગળ વધીને ગ્લોબલ ગ્રોથ અને પાર્ટનરશીપનું એક મજબૂત પ્લેટફોર્મ બની ગયું છે. અહીં કોર્પોરેટ ગ્રુપ, એમએસએમઇ, સ્ટાર્ટઅપ્સ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ કદૃમથી કદૃમ મિલાવીને વિકાસના પથ પર આગળ વધી રહી છે.
વડાપ્રધાને ગુજરાતના અલગ-અલગ વિસ્તારોની અપાર શક્તિ અને ક્ષમતાઓ વિશે વાત કરતા કહૃાું હતું કે, ગુજરાતના દૃરેક પ્રદૃેશની પોતાની તાકાત છે, પછી તે કોસ્ટલ લાઈનનું સામર્થ્ય હોય, ટ્રાયબલ બેલ્ટ હોય, ઇન્ડસ્ટ્રિયલ ક્લસ્ટર હોય કે ખેતી અને પશુપાલનની સમૃદ્ધ પરંપરા હોય. આજે ભારત વિશ્ર્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા આગળ વધી રહૃાું છે. ભારતમાં દૃુનિયાનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે અન્ો સોલર પાવર તથા મેટ્રો ન્ોટવર્કમાં પણ આપણે ટોપ ત્રણમાં છીએ.
તેમણે ઉમેર્યું હતું કે, ’રીફોર્મ, પરફોર્મ એન્ડ ટ્રાન્સફોર્મ’ના મંત્રને કારણે આજે વિશ્ર્વની તમામ ગ્લોબલ સંસ્થાઓ ભારતમાં રોકાણ કરવા તત્પર છે. ભારત આજે અસીમ સંભાવનાઓનો દૃેશ બની ગયો છે, આપણા દૃેશમાં સ્થિરતા અને નીતિઓમાં સાતત્ય છે. ભારતમાં મધ્યમવર્ગના વ્યાપની સાથે તેઓની ખરીદૃશક્તિની ક્ષમતાઓ વધી રહી છે. આ તમામ પરિબળોને કારણે ભારત આજે રોકાણકારો માટે પ્રથમ પસંદૃગી બન્યું છે.
વડાપ્રધાને આ તકે રોકાણકારો માટે “આ જ સમય છે, સાચો સમય છે” તેવો દ્રઢ વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો અને જેનું વાઇબ્રન્ટ સમિટ ઉત્તમ પ્લેટફોર્મ છે. તેમણે કહૃાું હતું કે, ભારત દૃેશ ’’વિકસિત ભારત” બનવા તરફ હરણફાળ ગતિએ આગળ ધપી રહૃાો છે, ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં રોકાણકારો રોકાણ કરવાનો આ જ શ્રેષ્ઠ સમય છે.
વડાપ્રધાને સૌરાષ્ટ્રના વિકાસ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં કરવામાં આવતું દૃરેક રોકાણ ગુજરાત અને સમગ્ર દૃેશના વિકાસને નવી ગતિ આપશે.
વડાપ્રધાનએ રોકાણકારોને વિશ્ર્વાસ અપાવતા જણાવ્યું હતું કે, ભારતની આ રિફોર્મ જર્ની હવે અટકવાની નથી. તેમણે રોકાણકારો અહીં માત્ર એમઓયુ કરવા નથી આવ્યા, પરંતુ સૌરાષ્ટ્રના વિકાસ અને તેની વિરાસત સાથે જોડાયા છે અને તેમના રોકાણની પાઈ-પાઈ અહીંથી શાનદૃાર વળતર આપશે. વર્ષ ૨૦૨૭ના વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પહેલા આ પ્રકારના પ્રાદૃેશિક સમિટના આયોજન બદૃલ ગુજરાત સરકારની ટીમને અભિનંદૃન પાઠવ્યા હતા.
આ અવસરે સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી તથા વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદૃીએ એક વિઝન સાથે વર્ષ ૨૦૦૩માં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ શરૂ કરાવીને ગુજરાતની ઉદ્યોગ સંભાવનાને વિશ્ર્વ સમક્ષ મૂકી હતી. મહાજન, પ્રજાજન અને પ્રશાસનના પ્રયાસો તેમજ શ્રેણીબદ્ધ વાઇબ્રન્ટ સમિટના કારણે ગુજરાત આજે દૃેશનું ગ્રોથ એન્જિન અને રોકાણ માટે મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટિનેશન બન્યું છે. વાઇબ્રન્ટ સમિટની છેલ્લા બે દૃાયકાની સફળતાના પરિણામે રાજ્યમાં છેલ્લા ૨૦ વર્ષોમાં રૂ. ૩.૫૭ લાખ કરોડનું વિદૃેશી રોકાણ આવ્યું છે.
કચ્છ-સૌરાષ્ટ્રની વાઇબ્રન્ટ કોન્ફરન્સ અંગે તેમણે કહૃાું હતું કે, આ પ્રદૃેશના ૧૨ જિલ્લાઓ રિન્યુએબલ એનર્જી, વર્લ્ડ ક્લાસ પોર્ટ, શિપ બિલ્ડિંગ, એગ્રો પ્રોસેિંસગ, સિરામિક, કેમિકલ, ફિશરીઝ અને બ્લુ ઇકોનોમી વગેરે જેવા ક્ષેત્રોમાં રોકાણ માટેની સુદ્રઢ ઇકોસિસ્ટમ ધરાવે છે.
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, એક સમયે ઉદ્યોગ ક્ષેત્રેમાં “વાપીથી તાપી” સુધી જ ગુજરાત ઓળખાતું હતું. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદૃીએ વર્ષ ૨૦૦૩માં ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ લોન્ચ કરીને ગુજરાતને ઇન્વેસ્ટમેન્ટ અને મેન્યુફેક્ચિંરગ દિૃશામાં ખૂબ મોટું પ્રોત્સાહન આપ્યું છે. વાઈબ્રન્ટના કારણે ગુજરાતની ચારેય દિૃશામાં “મેન્યુફેક્ચિંરગ હબ” તરીકે અનેક સેક્ટર વિકસ્યા છે.
આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદૃીએ ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા સાવરકુંડલા (અમરેલી), ભાવનગર, જામનગર, કચ્છ, મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગર એમ સાત જિલ્લામાં ૩૫૪૦ એકરમાં નિર્માણ પામનારા ૧૩ નવા સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની જાહેરાત કરાઈ હતી.
તેમજ વડાપ્રધાનના હસ્તે રાજકોટ જિલ્લાના નાગલપર ખાતે ૩૩૬ એકરમાં નવનિર્મિત મેડિકલ ડીવાઈસ પાર્કનું ઇ-લોકાર્પણ કરાયું હતું.

ગુજરાતમાં કચ્છ સૌથી મોટું એનર્જી હબ છે
અને મુંદ્રા અમારી કર્મભૂમિ: કરણ અદૃાણી
અદૃાણી પોર્ટના મેનેિંજગ ડિરેક્ટર કરણ અદૃાણીએ કહૃાું હતુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીની લીડરશીપમાં ભારત દૃેશ આગળ વધી રહૃાો છે. ગુજરાતમાં કચ્છ સૌથી મોટું એનર્જી હબ છે અને મુંદ્રા અમારી કર્મભૂમિ છે. મુંદ્રામાં સોલાર મેન્યુફેક્ચર હબ છે. મુંદ્રામાં અદૃાણી દ્વારા વર્લ્ડ લાર્જેસ્ટ એનર્જી પાર્ક બનાવવામાં આવશે. ૩૭ ગીગા બાઈટનો એનર્જી પાર્ક તૈયાર કરાશે. અદૃાણી કચ્છમાં આગામી પાંચ વર્ષમાં ૧.૫ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. વિકસિત ભારત ૨૦૪૭માં અદૃાણી ગ્રુપ સરકારની સાથે છે.

રિલાયન્સ પાંચ વર્ષમાં સાત લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે:મુકેશ અંબાણી
રાજકોટ વાઈબ્રન્ટ સમિટમાં ઉપસ્થિત રહેલા મુકેશ અંબાણીએ કહૃાું હતું કે, રિલાયન્સ ગ્રુપ આગામી પાંચ વર્ષમાં સાત લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. જામનગર ઉર્જાનું કેન્દ્ર છે અને વધુ વિકસિત બનશે. ગ્રીન હાઈડ્રોજન અને ગ્રીન એનર્જી પર ખાસ ફોકસ કરાશે. વિશ્ર્વના સૌથી મોટા સોલાર પ્રોજેક્ટને આગળ વધારીશું. જામનગરમાં છૈંનું સૌથી મોટું ડેટા સેન્ટર તૈયાર થવા જઈ રહૃાું છે. જીઓ છૈંના ક્ષેત્રમાં વધુ સક્રિય છે. ઓલિમ્પિકને લઈને ઓન રિલાયન્સ ફાઉન્ડેશન સક્રિય છે.ઓલિમ્પિક માટે અમે ખૂબ આશાવાદૃી અને તૈયાર છીએ. રિલાયંસ ગુજરાતી કંપની છે અને મારા પિતા સૌરાષ્ટ્રની ધરતીના પુત્ર હતાં. ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાતના ૨૦ વર્ષ પછી ઐતિહાસિક શહેર એવા રાજકોટમાં રિજનલ વાઇબ્રન્ટમાં ભાગ લેવો એ ગર્વની વાત છે.

રિલેટેડ ન્યૂઝ