યુપીમાં એક ઘરમાં દરોડા દરમિયાન વિસ્ફોટક સામગ્રીનો જથ્થો મળી આવ્યો

યુપીના હાપુડના ફતેહપુર ગામમાં એક ઘરની તલાશી દરમિયાન પોલીસને લગભગ 200 કિલો ગન કોટન પાવડર, વિસ્ફોટક સામગ્રીમાંથી બનેલી લગભગ 2 હજાર મીણબતીઓ અને ફટાકડા બનાવવામાં ઉપયોગી અન્ય ઉપકરણ મળી આવ્યા હતા.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ હાપુડમાં આજે બાબુગઢ પોલીસ સ્ટેશન હેઠળ આવતા ફતેહપુર ગામમાં દરોડો પાડયો હતો. આ દરોડાની કાર્યવાહી દરમિયાન 200 કિલો ગન કોટન પાવડર, વિસ્ફોટક સામગ્રીથી બનેલી લગભગ 2000 મીણબતીઓ અને ફટાકડા બનાવવામાં ઉપયોગી સામગ્રી જપ્ત કરવામાં આવી છે.
ડીએસપી વરુણ મિશ્રાએ જણાવ્યું છે કે આ ઘટનામાં સામેલ એક વ્યક્તિ ગાઝીયાબાદના રહેવાસી રફીકના દીકરા નદીમને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે, તેના સાથીની તલાશ ચાલુ છે.

રિલેટેડ ન્યૂઝ