આ ચશ્મામાં 65 હજારથી વધુ અપરાધીઓનો ડેટા ફીડ કરાયો છે: ચશ્મા ભીડમાં છુપાયેલા હથિયાર પણ પકડી શકે છે
પ્રજાસતાક દિન પર્વ પર સુરક્ષાને લઈને દિલ્હી પોલીસ અને અન્ય એજન્સીઓ આ વખતે ટેકનીક પર જોર છે. આ ક્રમમાં પોલીસને એક ખાસ ચશ્માથી સજજ કરાશે. આ ચશ્મા પહેરેલ અધિકારી સામેથી કોઈ અપરાધી પસાર થશે તો ચશ્મા પોલીસને તરત એલર્ટ આપી દેશે.
એઆઈ પાવર્ડ આ ચશ્મામાં થર્મલ ઈમેજીંગ ટેકનીક પણ છે એટલે કે અંધારામાં કે ધુમ્મસમાં પણ અપરાધીની ઓળખ કરી શકે છે. આ ચશ્માની રેન્જમાં ભીડમાં છુપાયેલા હથિયાર પણ આવી જશે. ચશ્માની રેન્જ 15થી20 મીટર છે, અને તેના ડેટાબેઝમાં 65 હજાર અપરાધીઓના ડેટા છે. પોલીસે જણાવ્યું હતું કે ડેટાબેઝમાં કોઈ અપરાધીની 20 વર્ષ જૂની તસ્વીર છે તો પણ તે ચશ્મા એઆઈની મદદથી ચોકકસ મેચ કરી લેશે.
બીજી બાજુ પ્રજાસતાક દિન પર્વે દિલ્હી પોલીસના જવાનો આ એઆઈ ચશ્માથી અવાજ થશે. આ ચશ્મા પહેરીને દિલ્હીના માર્ગો પર પોલીસકર્મી તેની ટ્રાયલ કરતા નજરે પડયા હતા. આ ચશ્માની ખાસીયત એ છે કે તે ફેસ રેકોગ્નીશન કેમેરાથી સજજ છે અને એક મોબાઈલથી કનેકટ છે. આ વખતે આતંકીઓથી માંડીને જાસૂસી એલર્ટને જોતા સુરક્ષા એજન્સીઓનો સહારો લેવાયો છે. ખાનગી કંપની સાથે મળીને તૈયાર કરાયા ચશ્મા: આ ખાસ ચશ્મા પુરી રીતે સ્વદેશી છે. તેને દિલ્હી પોલીસે એક ખાનગી કંપની સાથે મળીને એક વર્ષમાં તૈયાર કરાવ્યા છે. જેમ જેમ તેની ઉપયોગીતા બહાર આવશે, તેમ તેમ પ્રજાસતાક દિન પર્વ બાદ પણ દિલ્હીના સંવેદનશીલ સ્થળો પર પોલીસકર્મી આ ચશ્મા પહેરેલા જોવા મળશે.
