યમુનામાં હોડી પલટી જતાં ૧૦ શ્રદ્ધાળુઓના મોત

યુપીના વૃંદૃાવનમાં મોટી દૃુર્ઘટના

કેસી ઘાટ પાસે નદૃીમાં બનેલા લોખંડના પેન્ટૂન પુલ સાથે હોડી જોરદૃાર રીતે અથડાઈ : ૧૭ લોકોને બહાર કઢાયા

ઉત્તર પ્રદૃેશમાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ મથુરામાં વૃંદૃાવનની યાત્રાએ આવેલા પંજાબના લુધિયાણાના યાત્રાળુઓની વૃંદૃાવનના કેબી ઘાટ ખાત્ો હોડી યમુના નદૃીમાં પલટી ખાઇ જતાં ડુબી જવાથી ૧૦ શ્રધ્ધાળુઓના મોત થયા હતા અન્ય ૧૭ન્ો બચાવી લેવામાં આવ્યા હતા જ્યારે કેટલાક હજુ ગુમ છે કેટલાક શ્રધ્ધાળુઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ઘટનાની ગંભીરતા જોતા મૃત્યુ આંક હજુ પણ વધે ત્ોવી આશંકા છે, બચાવ રાહત કામગીરી માટે સ્ોનાન્ો મદૃદૃ બોલાવવામાં આવી છે.

ઉત્તર પ્રદૃેશના મથુરામાં દૃય હચમચાવી દૃે તેવી દૃુર્ઘટના સર્જાઈ છે. શુક્રવારે બપોરે વૃંદૃાવનના પ્રખ્યાત કેસી ઘાટ પાસે શ્રદ્ધાળુઓથી ભરેલી એક હોડી યમુના નદૃીમાં પલટી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં ૧૦ શ્રદ્ધાળુઓના ડૂબી જવાથી મોત થયા છે, જ્યારે અનેક લોકો હજુ પણ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનાની ગંભીરતાને જોતાં મૃત્યુઆંક હજુ પણ વધે તેવી આશંકા છે.
મળતી માહિતી મુજબ, હોડી વૃંદૃાવન અને માન વચ્ચે મુસાફરોને લઈ જઈ રહી હતી. હોડીમાં ક્ષમતા કરતાં વધુ એટલે કે અંદૃાજે ૩૦ જેટલા લોકો સવાર હતા. કેસી ઘાટ પાસે નદૃીમાં બનેલા લોખંડના પેન્ટૂન પુલ સાથે હોડી જોરદૃાર રીતે અથડાઈ હતી અને સંતુલન ગુમાવતા નદૃીના ઉંડા પાણીમાં પલટી ગઈ હતી.
અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને તરવૈયાઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રેસ્ક્યુ ઓપરેશનમાં ૧૭ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, કમનસીબે ૧૦ લોકોના જીવ બચાવી શકાયા નથી. વહીવટીતંત્રે મૃતદૃેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને આ મામલે તપાસના આદૃેશ આપ્યા છે.
આ દૃુર્ઘટનામાં મોટા ભાગના શ્રદ્ધાળુ પંજાબના લુધિયાણાથી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. મથુરાના જિલ્લા મેજિસ્ટ્રેટ સી.પી. િંસહે આ દૃુર્ઘટનાની સત્તાવાર વિગતો આપતા જણાવ્યું કે બચાવ કાર્ય હજુ પણ યુદ્ધના ધોરણે ચાલુ છે.
ડ્ઢસ્ સી.પી. િંસહે જણાવ્યું કે, આજે બપોરે અંદૃાજે ૨.૪૫ વાગ્યે યમુના નદૃીમાં અત્યંત દૃુર્ભાગ્યપૂર્ણ અકસ્માત સર્જાયો હતો.

રિલેટેડ ન્યૂઝ