ભારતમાં ચૂંટણી દૃરમિયાન મતદૃાન કરવું એ દૃરેક નાગરિકની નૈતિક જવાબદૃારી માનવામાં આવે છે, પરંતુ શું વોટ ન આપવો એ ગુનો છે? આ પ્રશ્ર્ન પર સુપ્રીમ કોર્ટે અત્યંત મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. સુપ્રીમ કોર્ટે તે અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દૃીધો છે જેમાં મતદૃાન ન કરનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી અથવા પ્રતિબંધો લગાવવાની માંગ કરવામાં આવી હતી.
ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે આ મામલે સુનાવણી કરતા જણાવ્યું હતું કે, મતદૃાન કરવું એ મજબૂરી નથી. ભારત એક લોકશાહી દૃેશ છે જ્યાં છેલ્લા ૭૫ વર્ષોથી લોકોના વિવેક અને વિશ્ર્વાસ પર ભરોસો મૂકવામાં આવ્યો છે.
કોર્ટે ઉમેર્યું કે, “જો કોઈ વોટ નથી કરતું, તો આપણે તેને મજબૂર કરી શકતા નથી. શું આપણે એવા લોકોની ધરપકડનો આદૃેશ
આપવો જોઈએ? આ કાયદૃાના શાસન અને લોકશાહીની વિરુદ્ધ હશે.
