દૃેશના અન્ોક ભાગોમાં હીટવેવ દિૃલ્હી સહિત કેટલાક રાજ્યોમાં તાપમાન ૪૪ ડિગ્રીન્ો પાર

ગુજરાત સહિત દેશના અનેક રાજ્યો ભીષણ ગરમીની લપેટમાં આવી ગયા છે અને દિલ્હીમાં 43 સહિત દેશના કેટલાંક ભાગોમાં તાપમાનનો પારો 44 ડીગ્રીને પાર થઇ ગયો છે. હવામાન વિભાગે રવિવાર પછી તાપમાનમાં રાહત મળવાની અને હવામાન પલ્ટો થવાની આગાહી કરી છે.દેશના ડઝનથી વધુ રાજ્યોમાં હીટવેવની સ્થિતિ પ્રવર્તી રહી છે. હાલત બે હાલ જેવી બની છે. પાટનગર દિલ્હીમાં સિઝનનો સૌથી ગરમ દિવસ બન્યો હતો અને તાપમાન નોર્મલ કરતાં 4.6 ડીગ્રી વધીને 43 ડીગ્રી થયું હતું. જ્યારે પાલમમાં 41.6 ડીગ્રી, લોધી રોડ પર 41.6 ડીગ્રી નોંધાયું હતું. સમગ્ર પાટનગર અગનભઠ્ઠીમાં ફેરવાયાનું ચિત્ર ઉભું થવા સાથે બપોરે જનતા કરફ્યૂનો માહોલ સર્જાયો હતો.દિવસની જેમ રાતના તાપમાનમાં પણ વૃદ્ધિ થવાથી હાલત વધુ ખરાબ બની હતી. દિલ્હી ઉપરાંત ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, બિહાર, ઝારખંડ, ઓડિશા, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત સહિતના રાજ્યોમાં તાપમાન 40 થી 45 ડીગ્રીની રેન્જમાં રહેવા સાથે હીટવેવની હાલત હતી.

રિલેટેડ ન્યૂઝ