ભાજપની રાજ્યસભામાં સંખ્યા વધીને ૧૧૩ થઈ AAPને ઝટકો, ૭ બળવાખોર સાંસદૃોના વિલયને મંજૂરી

રાજ્યસભા સચિવાલયે આમ આદૃમી પાર્ટીમાંથી ભાજપમાં સામેલ થયેલા બધા સાંસદૃોને લઈને નોટિફિકેશન જારી કર્યું

આમ આદૃમી પાર્ટી છોડનાર રાજ્યસભાના ૭ સાંસદૃોને ભાજપમાં વિલય કરવાને મંજૂરી મળી ગઈ છે. આ સાથે ભાજપની રાજ્યસભા સાંસદૃોની સંખ્યા ૧૧૩ થઈ ગઈ છે. ઈતિહાસમાં પ્રથમવાર ભાજપ આ આંકડા પર પહોંચ્યું છે. તો આમ આદૃમી પાર્ટી માટે આ મોટો ઝટકો છે અને તેના ઉપલા ગૃહમાં હવે માત્ર ત્રણ સાંસદૃો વધ્યા છે.
રાજ્યસભા સચિવાલયે આમ આદૃમી પાર્ટીમાંથી ભાજપમાં સામેલ થયેલા બધા સાંસદૃોને લઈને નોટિફિકેશન જારી કર્યું છે. તેમને ભાજપના સભ્યો ગણાવવામાં આવ્યા છે. હવે સંસદૃના ઉપલા ગૃહમાં ભાજપના સાંસદૃોની સંખ્યા ૧૧૩ થઈ ગઈ છે. નોંધનીય છે કે રાઘવ ચડ્ઢાના નેતૃત્વમાં સાત સાંસદૃોએ બળવો કરી આમ આદૃમી પાર્ટીનો સાથ છોડી દૃીધો હતો. આમ આદૃમી પાર્ટીના સાંસદૃ સંજય િંસહે રવિવારે રાજ્યસભાના સભાપતિ સીપી રાધાકૃષ્ણનને પત્ર લખ્યો હતો, જેમાં તેમણે આપ છોડનાર સાત સાંસદૃોને અયોગ્ય જાહેર કરવાની માંગ કરી હતી. પત્રમાં લખવામાં આવ્યું હતું કે- આ સાંસદૃ આમ આદૃમી પાર્ટીની ટિકિટ પર ઉપલા ગૃહ માટે ચૂંટાયા છે, પરંતુ બાદૃમાં તેમણે પાર્ટી છોડી ભાજપમાં સામેલ થવાનો નિર્ણય કર્યો.

રિલેટેડ ન્યૂઝ