કેદૃારનાથ યાત્રા સ્થગિત કરાઈ: બદ્રીનાથ રૂટ પર પણ ટ્રાફિક જામ

ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાક દિૃવસોથી બદૃલાયેલા હવામાન અને ભારે વરસાદૃના કારણે ચારધામ યાત્રા પર ગંભીર અસર પડી છે. રુદ્રપ્રયાગ જિલ્લા પ્રશાસને સુરક્ષાના કારણોસર કેદૃારનાથ યાત્રાને અસ્થાયી રૂપે સ્થગિત કરી દૃીધી છે. હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદૃનું ’ઓરેન્જ એલર્ટ’ જારી કર્યું હોવાથી, કોઈપણ અનિચ્છનીય ઘટના ટાળવા માટે યાત્રાળુઓને સુરક્ષિત સ્થળોએ રોકી દૃેવામાં આવ્યા છે.સ્થાનિક પોલીસે એક માર્ગદૃર્શિકા બહાર પાડીને ભક્તોને સાવધ રહેવા વિનંતી કરી છે. યાત્રાળુઓની સુવિધા માટે વહીવટીતંત્રે ખાસ હેલ્પલાઈન નંબરો જાહેર કર્યા છે. કોઈપણ મુશ્કેલીના સમયે ભક્તો ૮૯૫૮૭૫૭૩૩૫ અથવા ૮૨૧૮૩૨૬૩૮૬ પર સંપર્ક કરી શકે છે. આ સિવાય કટોકટીના સમયમાં તાત્કાલિક મદૃદૃ મેળવવા માટે ૧૧૨ નંબર ડાયલ કરી શકાય છે. વહીવટીતંત્રની અપીલ છે કે પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી યાત્રાળુઓ સહકાર આપે.

રિલેટેડ ન્યૂઝ