સામાન્ય રીતે લોકો પોતાનો પાસપોર્ટ વર્ષો સુધી સાચવીને રાખતા હોય છે. ઘણા લોકોના પાસપોર્ટમાં તો ગણતરીના જ વીઝા અને થોડાક જ સિકકા મારેલા હોય છે. જોકે એક માણસ એવો પણ છે જેની ફરવાની ઘેલછાએ પાસપોર્ટના પાનાઓની ગણતરી જ ખતમ કરી નાખી. સોશ્યલ મીડિયા પર આજકાલ એક વીડિયો ખૂબ જોવામાં આવી રહ્યો છે જેમાં તે માણસ પોતાનો જૂનો પાસપોર્ટ બતાવી રહ્યો છે. નવાઈની વાત એ છે કે તેની એક-બે નહીં, આખેઆખી 16 પાસપોર્ટ બુક વીઝા અને ઈમિગ્રેશન સ્ટેમ્પથી ભરાઈ ગઈ છે. કહેવાય છે કે તેણે માત્ર 6 વર્ષ 6 મહિના બાવીસ દિવસમાં સમગ્ર વિશ્ર્વની યાત્રા પૂરી કરી લીધી હતી. બેની પ્રસાદ જાણીતા મ્યુઝિશ્યન અને ટ્રાવેલર છે. આમ તો સોશ્યલ મીડિયા પર ફરવા-હરવાને લગતા વાઈરલ વીડિયો જોઈને લોકો ત્યાં જવાનું પ્લાનિંગ કરતા હોય છે.
રિલેટેડ ન્યૂઝ
-
થ્રી લેંગ્વેજ પોલિસીમાં મોટો ફેરફાર CBSEએ ધોરણ-૭થી ૧૦ના વિદ્યાર્થીઓને આપી મોટી રાહત
૧૦માં ધોરણ સુધી જૂનું લેંગ્વેજ કોમ્બિનેશન લાગુ રહેશે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને થ્રી લેંગ્વેજ પોલિસી... -
પ્રથમ ટી-૨૦ મેચમાં આયર્લેન્ડ સામે ટીમ ઇન્ડિયાનો ૩૪ રને પરાજય
વિશ્ર્વ ચેમ્પિયન ભારતનું આયર્લેન્ડ સામે નિરાશાજનક પ્રદૃર્શન લોર્કન ટકરની ફીફટી:ડેલેનીના ૩૨ બોલમાં ૪૯ રન:અભિષેક શર્માના ૫૦... -
અમેરિકા શરત ન માને ત્યાં સુધી ભારત ટ્રેડ ડીલ નહીં કરે: પિયુષ ગોયલનો ખુલાસો
ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ તૂર્તમાં થઇ જવાની અટકળો વચ્ચે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે...
