દેશના વધુ એક મંદિરમાં ભકતો દ્વારા કરાયેલ દાન વિવાદમાં વૈષ્ણોદેવી મંદિરમાં ચઢાવાયેલ રૂા.500 કરોડની ચાંદી નકલી કે બદલાઈ ગઈ!

મંદિરના રેકોર્ડ ચકાસાશે: મામલો અદાલતમાં

જમ્મુ: દેશના એક બાદ એક મંદિરોમાં ભકતો અને શ્રદ્ધાળુઓ દ્વારા અપાતા દાનમાં ચોરી અંગેના વિવાદ વધી રહ્યા છે તે સમયે જમ્મુના વિખ્યાત માતા વૈષ્ણોદેવી મંદિરમાં પણ ભકતોએ ચઢાવેલી રૂા.500 કરોડની ચાંદી નકલી હોવાનું બહાર આવતા જ જબરો ખળભળાટ મચી ગયો છે અને જમ્મુ કોર્ટે આ અંગે તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ તમામ રેકોર્ડ સાથે તાત્કાલીક અદાલતમાં હાજર થવા જણાવ્યું છે. એક ધારાશાસ્ત્રી દીપક શર્મા દ્વારા આ અંગે અરજી થઈ હતી અને તે પુર્વે જમ્મુના આઈજી અને એસપી બંને સમક્ષ પણ આ અંગેની વિસ્તૃત ફરિયાદ આપવામાં આવી હતી જેમાં માતા વૈષ્ણોદેવી મંદિરમાં રૂા.500 કરોડની ચાંદી જે ચઢાવવામાં આવી હતી તેમાં નકલી ચાંદી ચઢાવાઈ હતી કે બાદમાં બદલી દેવાઈ હતી તે અંગે હવે તપાસ ચાલી રહી છે અને તેમાં ધારાશાસ્ત્રીએ વૈષ્ણોદેવી મંદિરના રેકોર્ડમાં મોટી ગરબડ અને કેટલાક હેરાફેરી કરવામાં આવી હતી તેવું પણ જણાવાયુ છે અને મંદિરમાં જે ખરીદી થઈ હતી તેની સામે પણ પ્રશ્ર્ન ઉઠાવાયા છે. તપાસ અધિકારીઓ દ્વારા હવે આ અંગે મંદિરના રજીસ્ટર, સ્ટોક રેકોર્ડ, સીસીટીવી ફુટેજ તથા જે કાંઈ મંદિરમાં ચાંદી સહિતના કિંમતી ધાતુઓ ચઢાવાઈ છે તેની શુદ્ધતાના રિપોર્ટ સાથે અદાલતમાં રજુ થશે. એવું કહેવામાં આવ્યું હતું કે મંદિરમાં ભકતોએ ચડાવેલી રૂા.550 કરોડની કિંમતની 20 ટન જેટલી ચાંદી ટેસ્ટીંગ અને તેને ઓગાળીને તેની ઈંટો બનાવવા તથા પ્રોસેસીંગ કરવા મોકલાઈ હતી જેમાં ફકત પાંચ ટકા ચાંદી જ અસલી સાબીત થઈ હતી. બાકીની ચાંદી નકલી અને અન્ય ધાતુની મિશ્રણવાળી હતી.
એ પણ તપાસ થઈ રહી છે કે મંદિરની આસપાસ ભકતોને ખરીદવા માટે જે ચાંદીના વાસણો તથા ઘરેણાઓ વેચવામાં આવે છે
તેમાં પણ કંઈ ભેળસેળ છે કે શુદ્ધ ચાંદીના જ આ પ્રકારના ઘરેણા કે વાસણો જે ચાંદીના ભાવે વેચાઈ છે તે અસલી જ હશે તે નિશ્ર્ચિત કરાઈ રહ્યું છે.

રિલેટેડ ન્યૂઝ