એક રેન્સમવેર ગ્રુપે ડાર્કવેબ પર ચોરી કરાયેલા ડેટા જાહેર કર્યો
એક રેન્સમવેર ગ્રૂપે ડાર્ક વેબ પર ચોરી કરાયેલા ડેટાનો એક મોટો જથ્થો જાહેર કર્યો છે, અને દૃાવો કર્યો છે કે, તેમાં ભારતના સૌથી મોટા પરમાણુ પાવર પ્લાન્ટ ’કુડનકુલમ’ ના કેટલાક ભાગોની બ્લૂપ્રિન્ટ્સ (નકશા) સામેલ છે. હેકર્સના જણાવ્યા અનુસાર, આ ડેટા પ્લાન્ટના કોન્ટ્રાક્ટર અનિલ અંબાણીની રિલાયન્સ ગ્રૂપ પાસેથી મેળવવામાં આવ્યો છે.
’વર્લ્ડ લીક્સ’ નામના રેન્સમવેર ગ્રૂપે ડાર્ક વેબ પર ભારતના આ સૌથી મોટા ન્યૂક્લિયર પ્લાન્ટ સંબંધિત ફાઇલોનો મોટો જથ્થો પોસ્ટ કર્યો છે. જેમાં પ્લાન્ટની સુવિધાઓની કથિત બ્લૂપ્રિન્ટ્સ અને સપ્લાયર્સની વિગતો સામેલ છે. આ માહિતી અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રૂપમાંથી આવી હોવાનું લેબલ લગાવવામાં આવ્યું છે. તમિલનાડુમાં આવેલો કુડનકુલમ ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ, ભારતના ૭ પરમાણુ પ્લાન્ટ્સમાં સૌથી મોટો છે, અને દૃેશની પરમાણુ ઉર્જા ક્ષમતાના વિસ્તરણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીની મહત્ત્વાકાંક્ષી યોજનાઓનું મુખ્ય કેન્દ્ર છે.પ્લાન્ટના કોન્ટ્રાક્ટરોમાંના એક અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રૂપે રોઇટર્સને આપેલા નિવેદૃનમાં જણાવ્યું છે કે, થર્ડ-પાર્ટી ભારતીય ડેટા સેન્ટર સર્વિસ પ્રોવાઇડર ’યોટ્ટા’ દ્વારા હોસ્ટ કરાયેલા સર્વર પર તેના ડેટામાં ’આંશિક ભંગ’ (ઁટ્ઠિૈંટ્ઠઙ્મ મ્િીટ્ઠષ્ઠર) થયો હતો, અને આ ઘટના અંગે સરકારને જાણ કરવામાં આવી છે. જો કે, રિલાયન્સે કયો ડેટા લીક થયો છે, તે જાહેર કર્યું નથી. સરકારોને પરમાણુ સુરક્ષા અંગે સલાહ આપતી સંસ્થા ’ન્યૂક્લિયર થ્રેટ ઇનિશિયેટિવ’ ના સીનિયર ડિરેક્ટર નિકોલસ રોથે જણાવ્યું હતું કે, આ ડેટા લીક પ્લાન્ટની સુરક્ષા માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે. આ બ્રીચ એ પણ દૃર્શાવે છે કે, ભારતમાં હેિંકગની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે, જ્યાં ઘણી કંપનીઓ આવા જોખમો સામે લડવા માટે સજ્જ નથી.
ઇન્સ્યોરન્સ પોલિસીઓ દૃર્શાવવામાં આવી છે. વર્લ્ડ લીક્સ વેબસાઇટ પર રિલાયન્સની કુલ ૮,૫૮,૦૦૦ ફાઇલોમાંથી ૧૯,૦૦૦ ફાઇલો સૌથી સંવેદૃનશીલ હોવાનું જણાય છે.
આ જૂથની પેટાકંપની ’રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર’ એ ૨૦૧૮માં પ્લાન્ટના યુનિટ ૩ અને યુનિટ ૪ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિઝાઇન અને નિર્માણ કરવાનો કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો. હાલ નિર્માણાધીન આ બંને યુનિટ્સ ૨૦૨૭ સુધીમાં કાર્યરત થવાના છે, અને તે સંયુક્ત રીતે ૨,૦૦૦ મેગાવોટની ક્ષમતા પૂરી પાડશે.
