દૃેશમાં યુપીઆઈ પેમેન્ટ રોિંજદૃા જીવનનો અભિન્ન હિસ્સો બની ચૂક્યું છે. શાકભાજીની લારીથી લઈને દૃૂધની દૃુકાન અને ચાની કિટલી સુધી, આજે મોટાભાગના વેપારીઓ ગ્રાહકો પાસેથી ક્યૂઆર કોડ મારફતે ડિજિટલ પેમેન્ટ સ્વીકારે છે. જોકે, હવે રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયા (ઇમ્ૈં)ના નિયમોને કારણે લાખો વેપારીઓ માટે રી-કેવાયસી પ્રક્રિયા મહત્વપૂર્ણ બની છે. વેપારીઓએ ૧૫ સપ્ટેમ્બર સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. સમયસર પ્રક્રિયા પૂર્ણ નહીં થાય તો તેમના ક્યૂઆર કોડ આધારિત પેમેન્ટમાં અવરોધ આવી શકે છે.ઇમ્ૈં ના નિયમો અનુસાર, બેિંંકગ અને પેમેન્ટ વ્યવસ્થામાં વેપારીઓની કેવાયસી માહિતી સમયાંતરે અપડેટ કરવી જરૂરી છે. રી-કેવાયસીનો હેતુ વેપારીની ઓળખ અને વ્યવસાય સંબંધિત વિગતોની પુષ્ટિ કરવાનો છે. આ પ્રક્રિયા સામાન્ય રીતે સંબંધિત બેંક અથવા પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર દ્વારા કરવામાં આવે છે.
વેપારીઓએ પોતાની કેવાયસીની સ્થિતિ તપાસવી જોઈએ અને જો રી-કેવાયસી બાકી હોય તો જરૂરી દૃસ્તાવેજો સાથે પ્રક્રિયા પૂર્ણ કરવી જોઈએ.
