ઉત્તરાખંડ-હિમાચલમાં હિમવર્ષાનું એલર્ટ
આગામી સપ્તાહથી દૃેશભરમાં કડકડતી ઠંડી પડવાની શક્યતા છે. આ શિયાળાનો પહેલો મોટો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ૧૭ ડિસેમ્બરે હિમાલયના રાજ્યોમાં પહોંચશે. તેની અસરથી ૧૮ થી ૨૦ ડિસેમ્બરની વચ્ચે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદૃેશમાં સારી હિમવર્ષા થવાની સંભાવના છે.
૨૧ અને ૨૨ ડિસેમ્બરે પહાડો પરથી વાદૃળો હટતા જ તાપમાન ઝડપથી ઘટશે. તાપમાન સામાન્ય કરતાં ૫ થી ૬ ડિગ્રી સુધી નીચે જઈ શકે છે. ઉત્તર દિૃશામાંથી ફૂંકાતી ઠંડી હવાઓ યુપી, પંજાબ, હરિયાણા, દિૃલ્હી, રાજસ્થાન અને મધ્ય ભારત સુધી પહોંચશે. આનાથી મેદૃાની વિસ્તારોમાં ઠંડી ઘણી વધી જશે.
આ તરફ, રાજસ્થાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીની અસર ઓછી થઈ ગઈ છે. લઘુત્તમ તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રી સુધીનો વધારો થયો છે. મધ્ય પ્રદૃેશમાં પણ આગામી ૩ દિૃવસ સુધી શીતલહેરનું એલર્ટ નથી. જોકે, પારો સતત ગગડી રહૃાો છે. શહડોલનું કલ્યાણપુર સૌથી ઠંડું છે. અહીં શનિવારે રાત્રે પારો ૪.૭ ડિગ્રી રહૃાો.
બીજી તરફ, હિમાચલ પ્રદૃેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી ઠંડી વધી ગઈ છે. આજે પહાડો પર બરફવર્ષાનો અંદૃાજ છે.
