સોરઠ પંથકમાં થર્ટી ફર્સ્ટ ઉપર પાર્ટી સાર્ટી કરવા માંગતા ઇસમો ઉપર પોલીસની બાજ નજર

31 ચેકપોસ્ટ, 15 ચેકિંગ પોઇન્ટ ખાતે બ્રથ એનેલાઇઝર, બોડીગાર્ડ કેમેરા, નાઈટ લાઈફ બેટન સહિતના સાધનો સાથે પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરાયું

4 ડીવાયએસપી; 27 પીઆઇ; પીએસઆઇ; એસઓજી; એલસીબી સહિતની 22 પેટ્રોલિંગ ટીમને કાર્યરત કરાઈ
થર્ટી ફર્સ્ટ ઉપર પાર્ટી સાર્ટી કરવા માંગતા ઇસમો ઉપર પોલીસે બાજ નજર હાથ ધરી છે. તથા જિલ્લાભરના હોટલ, રિસોર્ટ, પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસ ઉપર ચાંપતી નજર રખાય રહી છે. આ સાથે 4 ડીવાયએસપી; 27 પીઆઇ; પીએસઆઇ. એસઓજી; એલસીબી. સહિતની 22 પેટ્રોલિંગ ટીમને કાર્યરત કરવામાં આવી છે. તો ગીરમાં પોલીસ દ્વારા દારૂની મહેફિલો પર ડ્રોનથી નજર રખાઈ રહી છે. આ સાથે 31 ચેકપોસ્ટ, 15 ચેકિંગ પોઇન્ટ ખાતે બ્રથ એનેલાઇઝર, બોડીગાર્ડ કેમેરા, નાઈટ લાઈફ બેટન, ટોર્ચ, બેરિકેટર સહિતના સાધનો સાથે પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરાયું છે. આમ આ વર્ષે થર્ટી ફર્સ્ટને લઈને પાર્ટી સાર્ટી કરનારા ઈસમો સામે પોલીસે લાલ આંખ કરી આવા ઈસમોને જબ્બે કરવા કમરકસી છે.
થર્ટી ફર્સ્ટ નું કાઉન્ટ ડાઉન શરૂ થયું છે, ત્યારે આ વખતે પોલીસ દ્વારા પાર્ટી સાર્ટી કરનારા ઈસમો સામે કડક કાર્યવાહી કરવા અને કાયદાનો ડંડો વીંઝવા પૂરી તૈયારી કરી લીધી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાની સૂચના અને માર્ગદર્શન હેઠળ 4 ડીવાયએસપી, 27 પીઆઈ; પીએસઆઇ; 435 પોલીસ, 120 હોમગાર્ડની સાથે એસઓજી; એલસીબી. સહિતની 22 પેટ્રોલિંગ ટીમને જિલ્લાભરમાં કાર્યરત કરવામાં આવી છે, અને ગેરકાયદેસર હિલચાલ પર વોચ રાખવામાં આવી છે. ચેકીંગ હાથ ધરાઈ રહ્યું છે.
આ સાથે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ સમગ્ર જુનાગઢ જિલ્લામાં અને ખાસ કરીને જૂનાગઢ શહેર સહિત ગીર વિસ્તારમાં આવેલ હોટેલ, મોટેલ, રિસોર્ટ, ગેસ્ટ હાઉસ, ફાર્મ હાઉસ ઉપર બાજ નજર રાખી સઘન ચેકિંગ હાથ ધરાયું છે. તો જિલ્લામાં આવેલ 31 ચેક પોસ્ટ અને 15 વાહન ચેકિંગ પોઇન્ટ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યા છે. જ્યાં બ્રૂથ એનેલાઇઝર, બોડી વોર્ન કેમેરા, નાઈટ રિફલેકટર, લાઇફ બેટન, ટોર્ચ, બેરીકેટીંગ સહિતના સાધનો દ્વારા પોલીસે વાહન ચેકિંગ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
ખાસ કરીને જુનાગઢ શહેર સહિત સાસણગીર વિસ્તારમાં આવેલા ફાર્મ હાઉસ, રિસોર્ટ, હોટલો અને મોટેલો પર થતી દારૂની મહેફિલ સહિતની ગેરકાનૂની પ્રવૃત્તિ પર પોલીસ દ્વારા બાઝ નજરો રાખવામાં આવી રહી છે, અને ગઈકાલ સાંજથી જ પોલીસ દ્વારા પીધેલાઓને પકડવાની કામગીરી હાથ ધરી, દારૂ પી મોજમાં આવેલા ઈસમોને કાયદાનું ભાન કરાવ્યું હતું.
દરમિયાન મેંદરડા પીઆઇ. પી.સી. સરવૈયાના જણાવ્યા મુજબ, મેંદરડા પોલીસ દ્વારા મેંદરડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડ્રોન કેમેરાથી દારૂની મેફીલો પર તીસરી નજરથી વોચ ગોઠવવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ