લોકોની સફરને સુવિધાજનક બનાવવા નેશનલ હાઇવે ઓથોરિટીનો નિર્ણય
નેશનલ હાઇવે ઓથોરીટીએ 1 ફેબ્રુઆરીથી કાર, જીપ, વાન માટે નવા ફાસ્ટેગ ઇસ્યુ કરવાને લઇને ‘નો યોર વ્હીકલ’ (કેવાયવી) પ્રક્રિયા બંધ કરવાની જાહેરાત કરી છે.
લોકોની સફરને સુવિધાજનક બનાવવા માટે આ પ્રક્રિયાને ખતમ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી 100 વાહનવાળાઓના માન્ય દસ્તાવેજ થવા છતાં ફાસ્ટેગ ઇસ્યુ થયા બાદ પણ કેવાયવી પ્રક્રિયા કરવી પડતી હતી.
આ પગલાથી મોટી સંખ્યામાં ખાનગી વાહન માલિકોને ફાસ્ટેગ બાદ કેવાયવીમાં થનારા વિલંબથી રાહત મળશે.
કાર માટે અગાઉથી જાહેર ફાસ્ટેગ માટે કેવાયવીની પ્રક્રિયા માત્ર ત્યારે શરુ થશે જ્યારે કોઇ ફરિયાદ મળશે, જેમાં ચોટાડ્યા વિનાનું ફાસ્ટેગ ખોટું ઇસ્યુ થયેલું કે ખોટા ઉપયોગ સાથે સંકળાયેલી મુશ્કેલીઓ
સામેલ છે.
આવી ફરિયાદો
ન હોવા પર હાલના કાર ફાસ્ટેગ માટે કોઇ કેવાયવીની
જરુર નહીં પડે.ઓથોરિટીએ ફાસ્ટેગ ઇસ્યુ કરનાર બેન્કો માટે અગાઉથી સક્રિય ફાસ્ટેગના વેરિફિકેશનના નિયમો પણ સખ્ત બનાવ્યા છે.
હવે ફાસ્ટેગ સક્રિય કરવાની મંજૂરી ત્યારે આપવામાં આવશે જ્યારે વાહન ડેટાબેઇઝથી ગાડીની વિગતોનું ફરજીયાત વેરિફિકેશન થઇ જાય છે.
